For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Election : 106 વર્ષના દાદીએ આપ્યો વોટ, લોકો બોલ્યા અમ્માએ તો દિલ જીતી લીધું

|
Google Oneindia Gujarati News

Karnataka Election : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 202 માટે 10 મે એટલે કે આજે મતદાન થઇ રહ્યું છે. સવારે 7 કલાકથી 224 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 11 કલાક સુધીમાં 20.99 ટકા વોટિંગ થયું હતું. આ મતદાનના પર્વમાં યુવાનો અને વૃદ્ધો મતદાન કરી રહ્યા છે.

106 વર્ષીય વૃદ્ધ મહિલા જાનકી બાઈ કર્ણાટક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર પહોંચી હતી. વૃદ્ધ મહિલા જાનકી બાઈએ ચન્નાગિરી વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર 254 પર પોતાનો મત આપ્યો હતો. આ દરમિયાન તેમણે જનતાને વોટ કરવાની અપીલ પણ કરી હતી.

Karnataka Election

અત્રે ઉલ્લેખનીય છે કે, 106 વર્ષીય જાનકી બાઈ મતદાન કરવા મતદાન મથક પર પહોંચતા જ અધિકારીઓએ તેમને મત આપવામાં મદદ કરી હતી.

આ પછી કેટલાક અધિકારીઓ તેમની સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. પીઢ જાનકીબાઈ લાકડી લઈને એકલા મતદાન કરવા આવ્યા હતા. તેમની આ તસવીર દાવંગેરે જિલ્લા પંચાયતના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે.

આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ તસવીરની નીચે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, વાહ અમ્મા દિલ જીત લિયા. કર્ણાટક ચૂંટણીમાં વૃદ્ધ મહિલાઓ અને દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણી તસવીરો પણ સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં નિષ્પક્ષ મતદાન કરાવવા અને કોઈપણ પ્રકારની ગડબડ ન થાય, તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કર્ણાટક પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે પાડોશી રાજ્યોમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે.

આવા સમયે કર્ણાટક ચૂંટણીમાં લગભગ 3 લાખ પોલિંગ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 5.3 કરોડથી વધુ મતદાતાઓ છે, જેમાંથી 11.71 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

English summary
Karnataka Election : 106-year-old grandmother voted, people said Amma won hearts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X