For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Election 2023 Live: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં 65.69 ટકા મતદાન થયુ

|
Google Oneindia Gujarati News

Karnataka Assembly Elections 2023: કર્ણાટકની 224 સીટ પર બુધવારે મતદાન થશે. મતદાન માટે ચૂંટણી પંચ અને મતદાતા બંને જ તૈયાર છે. વોટિંગ માટે સખ્ત ઈંતેજામ કરવામાં આવ્યા છે. અહીં મુખ્ય મુકાબલો સત્તારુઢ ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સક્યુલર (JDS) વચ્ચ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણી 2024ની સમીફાઇનલ માનવામાં આવી રહી છે. ચૂંટણી પંચ મુજબ કર્ણાટકમાં 10 મેના રોજ સવારે 7 વાગ્યેથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થશે. તથા 13મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.

karnataka election

Newest First Oldest First
6:12 PM, 10 May

તમામ 224 બેઠકો પર મતદાન પૂર્ણ થયું

કર્ણાટક ચૂંટણીમાં તમામ 224 બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે 13મી મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે.
6:10 PM, 10 May

78.22 ટકા રેકોર્ડ મતદાન

તમને જણાવી દઈએ કે સાંજે પાંચ વાગ્યા સુધી રામનગરમ જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે. અહીં રેકોર્ડ 78.22 ટકા મતદાન થયું છે.
5:59 PM, 10 May

'મારો મત મારો અધિકાર'

'મારો મત મારો અધિકાર'
કર્ણાટકની ચૂંટણીમાં આજે મતદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, કર્ણાટકની રહેવાસી સોની કુમારીએ સોશિયલ મીડિયા પર પોતાનો વાદળી શાહીનો ફોટો શેર કર્યો હતો.
5:50 PM, 10 May

સાંજે 5 વાગ્યા સુધી 65.69% મતદાન નોંધાયું હતું
5:49 PM, 10 May

મતદાન દરમિયાન હિંસા

બેંગલુરુના પદ્મનાભનગર મતવિસ્તાર અને બલ્લારી જિલ્લાના સંજીવરાયણકોટમાંથી મતદાન દરમિયાન હિંસાનાં અહેવાલો પણ મળ્યાં હતાં.
5:22 PM, 10 May

મૂલ્યવાન મત

મતદારો તેમના મૂલ્યવાન મત આપ્યા પછી તેમની શાહીવાળી આંગળીઓ બતાવી રહ્યા છે વરિષ્ઠ નાગરિકો
5:20 PM, 10 May

પરંપરાગત પોશાક

કલઘાટગી મતવિસ્તાર પીએસ નંબર 105 માં મતદાન અધિકારીઓ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.
4:39 PM, 10 May

કૃપા કરીને તરત જ મત આપો

મતદાન સમાપ્ત થવામાં બે કલાકથી પણ ઓછો સમય બાકી છે, જો તમારામાંથી કોઇએ હજુ સુધી મતદાન કર્યું નથી, તો કૃપા કરીને તરત જ મત આપો : વનઇન્ડિયા પરિવાર
4:38 PM, 10 May

બસવાના બાગેવાડીમાં મતદાન દરમિયાન હંગામો

વિજયપુરા જિલ્લાના બાસવાના બાગેવાડીમાં, સત્તાવાળાઓ દ્વારા ઈવીએમને 'બદલી' કરવામાં આવ્યા હોવાની અફવા ફેલાતા કેટલાક રોષે ભરાયેલા ગ્રામવાસીઓએ કેટલાક ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને VVPAT મશીનોની તોડફોડ કરી હતી
4:34 PM, 10 May

રામનગરમ જિલ્લામાં સૌથી વધુ મતદાન

રામનગરમ જિલ્લામાં સૌથી વધુ મતદાન
મીડિયા અહેવાલો અનુસાર, રામનગરમ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 63.36 ટકા મતદાન નોંધાયું છે.
4:18 PM, 10 May

કોંગ્રેસ બનાવશે સરકાર

કોંગ્રેસ બનાવશે સરકાર
ડીકે શિવકુમારે સરકાર બનાવવાનો કર્યો દાવો
3:58 PM, 10 May

100 વર્ષથી વધુ ઉંમરના મતદારો

કર્ણાટકમાં 16,000 થી વધુ મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના છે.
3:57 PM, 10 May

52.03 ટકા મતદાન
3:56 PM, 10 May

અભિનેતા ધ્રુવ સરજાએ મતદાન કર્યું

કન્નડ અભિનેતા ધ્રુવ સરજાએ આજે બેંગ્લોરમાં પોતાનો મત આપ્યો
3:39 PM, 10 May

3 વાગ્યા સુધી મતદાનની ટકાવારી

3 વાગ્યા સુધી મતદાનની ટકાવારી
કર્ણાટક ચૂંટણીમાં 3 વાગ્યા સુધી 49.80 ટકા મતદાન થયુ છે.
3:36 PM, 10 May

'મારી આ છેલ્લી ચૂંટણી'

'મારી આ છેલ્લી ચૂંટણી'
કોંગ્રેસને 60 ટકા વોટ મળશે, મારી આ છેલ્લી ચૂંટણી પરંતુ રિટાયર નથી થવાનો.
3:26 PM, 10 May

કોંગ્રેસ અને જેડીએસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી

કોંગ્રેસના કાર્યકરોએ મેંગ્લોર ઉત્તરથી જનતા દળ (સેક્યુલર) ઉમેદવાર બીએ મોહિઉદ્દીન બાવાના સમર્થકો પર તેમની સાથે વિવાદ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના મંગળવાર રાતની છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મારામારીમાં કોંગ્રેસના બે કાર્યકરો નિઝામ અને હાશર ઘાયલ થયા હતા. બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાવા તાજેતરમાં કોંગ્રેસ છોડીને જેડીએસમાં જોડાયા હતા.
3:17 PM, 10 May

કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે

કોઈ શંકા નથી, કર્ણાટકમાં ભાજપ સરકાર બનાવશેઃ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ
3:16 PM, 10 May

એચડી રેવન્ના વખાણ

એચડી રેવન્ના વખાણ
દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડાએ હરદનહલ્લી ગામના વિકાસની વાત કરી અને ધારાસભ્ય એચડી રેવન્નાની પ્રશંસા કરી.
2:44 PM, 10 May

13 મેના રોજ ભાજપને બોધપાઠ મળશે

મને ખાતરી છે કે, ભાજપ 13 મેના રોજ પાઠ શીખશે - છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ
2:42 PM, 10 May

વોક્કાલિગા મઠના નિર્મલાનંગ સ્વામીજીએ નાગમંગલામાં પોતાનો મત આપ્યો
2:30 PM, 10 May

બપોરે 1 વાગ્યા સુધી 37.25 ટકા મતદાન

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કર્ણાટકમાં 37.25 ટકા મતદારોએ બપોરે 1 કલાક સુધી મતદાન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ બુધવારના રોજ આક્ષેપ કર્યો હતો કે, સત્તારૂઢ ભાજપ મની પાવર દ્વારા વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે. કારણ કે, તેની પાસે લોકોને બતાવવા માટે કોઈ વિકાસ કાર્ય નથી.
2:24 PM, 10 May

હોલેનરસીપુરામાં પોતાનો મત આપ્યા બાદ દેવેગૌડાએ જણાવ્યું હતું કે, તે પહેલા એક નાનું ગામ હતું, જે હવે વિકસિત શહેર બની ગયું છે. અહીં બહુપક્ષીય વિકાસ થઈ રહ્યો છે. અહીં આરોગ્ય, શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો શ્રેય ધારાસભ્ય એચડી રવન્નાને જાય છે.
2:17 PM, 10 May

JDS વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ કર્ણાટક ચૂંટણી 2023 માટે પોતાનો મત આપ્યો.
2:16 PM, 10 May

કિચ્ચા સુદીપે આપ્યો મત

કિચ્ચા સુદીપે પણ બેંગલુરુમાં પોતાનો મત આપ્યો હતો. તેણે કહ્યું કે હું અહીં સેલિબ્રિટી તરીકે નથી આવ્યો, હું અહીં એક ભારતીય તરીકે આવ્યો છું અને તે મારી જવાબદારી છે.
2:04 PM, 10 May

બપોરે 1 વાગ્યા સુધી 37.25 ટકા મતદાન

બપોરે 1 વાગ્યા સુધી 37.25 ટકા મતદાન
કર્ણાટકમાં બપોરે બપોરે 1 વાગ્યા સુધી 37.25 ટકા મતદાન થયુ છે.
1:58 PM, 10 May

1 વાગ્યા સુધી 37.25% મતદાન

કર્ણાટકમાં બપોરે 1 વાગ્યા સુધી 37.25% મતદાન, રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે એક તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
1:57 PM, 10 May

Karnataka Election: રાજા બનવા જઈ રહી છે અમારી પાર્ટી..., એચડી કુમારસ્વામીના નિવેદનથી થયો હોબાળો

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે બુધવારે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. 2018ની ચૂંટણી બાદ માત્ર 37 બેઠકો જીતીને કિંગમેકર બનેલા JDSના વડા કુમારસ્વામીએ આજે ​​પોતાનો મત આપ્યા બાદ આપેલા નિવેદનથી સનસનાટી મચી ગઈ છે.
1:45 PM, 10 May

કર્ણાટકમાં ચાલી રહ્યુ છે મતદાન

કર્ણાટકની તમામ 224 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન થશે, ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર થશે.
1:44 PM, 10 May

મત આપવા પહોંચ્યા ફિલ્મી સ્ટાર્સ

જાણીતા કન્નડ અભિનેતા રવિચંદ્રનના બે પુત્રો - મનોરંજન અને વિક્રમે મતદાન કર્યું, કર્ણાટકમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.
READ MORE

English summary
Karnataka Polls 2023 Live Updates, Latest Election News and Highlights in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X