For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાછળથી સરકાર બનાવવામાં લાગી, જનતા માફ નહીં કરે: બીએસ યેદુરપ્પા

કર્ણાટકમાં બીજેપીને સ્પષ્ટ બહુમત નથી મળી. જયારે કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં બીજેપીને સ્પષ્ટ બહુમત નથી મળી. જયારે કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં બીજેપી સીએમ ઉમેદવાર બીએસ યેદુરપ્પા ઘ્વારા એક પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી અને તેમને કહ્યું કે રાજ્યની જનતાએ કોંગ્રેસને રિજેક્ટ કરી દીધી છે. બીએસ યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ રિજેક્ટ થયા પછી પણ સત્તા હાથમાં લેવાની કોશિશ કરી રહ્યું છે. આપણે જણાવી દઈએ જે હાલમાં મળી રહેલા રૂઝાનમાં બીજેપીને 106 સીટો મળી છે. પરંતુ તેમને સ્પષ્ટ બહુમત મળી નથી. આ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસ સરકાર બનાવવા માટેની પુરી કોશિશમાં લાગી છે.

bs yeddyurappa

બીએસ યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ બેક ડોરથી સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યું છે. જનતા તેમને ક્યારેય પણ માફ નહીં કરે. કર્ણાટકમાં સરકાર બનાવવાના સવાલ પર યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હાઈકમાન સાથે વાત કરીને તેના વિશે નિર્ણય લેશે. પ્રેસ કોન્ફ્રન્સમાં યેદુરપ્પાએ કર્ણાટકની જનતાનો આભાર બન્યો કે તેમને બીજેપીને રાજ્યની સૌથી મોટી પાર્ટી બનાવી.

આ દરમિયાન કોંગ્રેસ સીએમ સિદ્ધરામૈયા ઘ્વારા રાજ્યપાલને પોતાનું રાજીનામુ સોંપવામાં આવ્યું. કર્ણાટકમાં હવે સરકાર બનાવવાની પરિસ્થિતિ સાફ થઇ ચુકી છે. કોંગ્રેસ પાસે 78 સીટો છે અને જેડીએસ સાથે મળીને બહુમતનો આંકડો સરળતાથી પાર કરીને સરકાર બનાવવા અંગે દાવો કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કર્ણાટક ગવર્નર ઘ્વારા કોઈ પણ પાર્ટીને મળવા માટે સમય આપવામાં આવ્યો નથી. આ ઈલેક્શનમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.

English summary
Karnataka Election: BS Yeddyurappa says congress is trying to come in power through back door.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X