For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Election Result 2023: ભાજપ અને કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોનો સંપર્ક સાધવાની બનાવી છે યોજના

|
Google Oneindia Gujarati News

Karnataka Assembly Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આજે શનિવાર, 13 મેના રોજ મત ગણતરી પહેલા, શાસક ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ બંને શુક્રવારે ભિ઼ડાઈ ગયા હતા.

તેમણે સહુને એકસાથે રાખવાની રીતો પર સ્ટ્રેટેજી સેશનનુ આયોજન કર્યુ હતુ. વળી, તેમણે એવા અપક્ષ ઉમેદવારો સુધી પહોંચવાનું પણ વિચાર્યુ કે જેમની આ ચૂંટણીમાં જીતવાની વધુ શક્યતાઓ છે. આનુ કારણ એ છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરની આગાહી કરવામાં આવી છે.

bjp-congress

Karnataka Election Results 2023 (કર્ણાટક ચૂંટણી પરિણામો 2023) LIVE: ચૂંટણી પરિણામો પર આજે સૌકોઈની નજરKarnataka Election Results 2023 (કર્ણાટક ચૂંટણી પરિણામો 2023) LIVE: ચૂંટણી પરિણામો પર આજે સૌકોઈની નજર

આ પછી કર્ણાટકમાં વિભાજિત જનાદેશની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ભાજપ અને કોંગ્રેસે તેમની સાથે જોડાવા માટે વિજેતા અપક્ષ ઉમેદવારોનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના ઘરે તેમણે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને મંત્રીઓ મુરુગેશ નિરાની, બૈરથી બસવરાજ, પાર્ટીના સાંસદ લહર સિંહ સિરોયા અને એટી રામાસ્વામી સહિત અન્ય પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

નેતાઓએ તેમના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને એકસાથે રાખવાની વ્યૂહરચના પણ ઘડી હોવાનું જાણવા મળે છે, અને અપક્ષો, મોટાભાગે ભાજપના બળવાખોરો, તેમજ નાના પક્ષોના વિજેતા ઉમેદવારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
AICCના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, પાર્ટીના રાજ્ય એકમના વડા ડીકે શિવકુમાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી પરમેશ્વરા સહિત અન્ય લોકોએ શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ એમ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

મલ્લિકાર્જૂન ખડગેના દીકરા પ્રિયાંકનો દાવો - કોંગ્રેસ 120 સીટો પર જીત મેળવીને પોતાના દમ પર બનાવશે સરકારમલ્લિકાર્જૂન ખડગેના દીકરા પ્રિયાંકનો દાવો - કોંગ્રેસ 120 સીટો પર જીત મેળવીને પોતાના દમ પર બનાવશે સરકાર

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને કેવી રીતે સાથે રાખવા અને જો કોંગ્રેસને સ્પષ્ટ જનાદેશ ન મળે તો વિજેતા અપક્ષ ઉમેદવારોનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પરમેશ્વરાએ મીડિયાના એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે કોંગ્રેસને તેના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનું જોખમ છે. આ વખતે અમે સાવચેત રહીશું.

જેડીએસને પણ ત્રિશંકુ જનાદેશની અપેક્ષા છે અને તે આ વખતે કિંગમેકર બનવાની આશા રાખી રહી છે. કુમારસ્વામીની પાર્ટી પણ ધારાસભ્યોને સાથે રાખવાના તમામ પ્રયાસો કરી રહી છે. કર્ણાટકમાં 224 બેઠકો માટે 10 મેના રોજ રેકોર્ડબ્રેક મતદાન થયું હતું. રાજ્યમાં સૌથી વધુ 73.19 ટકા મતદાન નોંધાયું હતું. જે રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે. તમને જણાવી દઈએ કે મતદાન બાદ મોટાભાગની ટીવી ચેનલોના એક્ઝિટ પોલમાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા દર્શાવવામાં આવી છે. બેઠકો જીતવાની બાબતમાં કોંગ્રેસને નંબર વન પાર્ટી અને બીજેપીને નંબર ટુ પાર્ટી તરીકે રજૂ કરવામાં આવી છે.

'ચલને ઈન્ટીમેટ સીન કરીએ', Sacred Gamesમાં બોલ્ડ સીન માટે નવાઝુદ્દીનને આ રીતે તૈયાર કરતી હતી કુબ્રા સૈત'ચલને ઈન્ટીમેટ સીન કરીએ', Sacred Gamesમાં બોલ્ડ સીન માટે નવાઝુદ્દીનને આ રીતે તૈયાર કરતી હતી કુબ્રા સૈત

English summary
Karnataka Election Result 2023: BJP and Congress plan to contact independent candidates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X