For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં સત્તાનું નવું નાટક, ભાજપને રોકવા માટે કોંગ્રેસે ચાલી આ ચાલ

જેમ-જેમ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે, રાજકીય ગણીત શરૂ થી ગયું છે. જાણકારી મુજબ કોંગ્રેસ પાર્ટી ભાજપને કોઈપણ રીતે સત્તામાંથી આવતા રોકવા માટેની કવાયતમાં લાગી ગઈ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જેમ-જેમ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે, રાજકીય ગણીત શરૂ થી ગયું છે. જાણકારી મુજબ કોંગ્રેસ પાર્ટી ભાજપને કોઈપણ રીતે સત્તામાંથી આવતા રોકવા માટેની કવાયતમાં લાગી ગઈ છે. અત્યાર સુધીમાં આંકડાઓ મુજબ જો કોંગ્રેસ અને જેડીએસ સાથે આવી જાય તો એમના આંકડા 112નો જાદુઈ આંકડો પાર કરી જશે. આવી સ્થિતિમાં કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બની શકે છે. કોંગ્રેસના નેતા આ કવાયતમાં લાગી ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધી સાથેની વાત કરી હતી. આ દરમિયાન ગુલામ નબી આઝાદે મીડિયાની સામે આવીને સ્પષ્ટ કરી દીધું કે આ વાતચીત કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને લઇને થઈ હતી. જો કે અત્યારે સત્તાવારા રીતે કોઈપણ પાર્ટીએ કંઇપણ નિવેદન નથી આપ્યું. તો આવો જાણીએ અત્યાર સુધીના પરિણામનું ગણિત...

ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધી સાથે વાત કરી

ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધી સાથે વાત કરી

કર્ણાટક વિધાનસભા ચૂ્ંટણીને લઇને મતગણતરી જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા-નવા રાજકીય સમીકરણો બનતા જોવા મળી રહ્યા છે. તાજા પરિણામો પર નજર કરીએ તો એક સમયે 115 સીટ સુધી પહોંચનારી ભાજપનો આંકડો 104 સીટ પર અટકી જતો જોવા મળી રહ્યો છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તો બની ગઇ છે પરંતુ બહુમતીથી હજુ 8 સીટ દૂર છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી 78 સીટો પર આગળ છે. ત્રીજા નંબર પર જેડીએસ અલાયન્સ છે જેની પાસે 40 સીટ મળી રહી હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. જો આ આંકડાઓને ફાઈનલ માનવામા આવે તો સરકાર બનાવવા માટે જાદૂઈ આંકડો એકપણ પાર્ટી પાસે નથી.

કુમારસ્વામીને સીએમ પદની ઑફર

કુમારસ્વામીને સીએમ પદની ઑફર

કર્ણાટક ચૂંટણીના અત્યાર સુધીના પરિણામને જોતા કોંગ્રેસ પાર્ટીએ રાજકીય ગણિત બેસાડવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ભાજપને કર્ણાટકની સત્તામાં આવવાથી રોકવા માટે કોંગ્રેસ પાર્ટી જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાની કવાયત શરૂ કરી શકે છે. આ સંબંધમાં કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે જેડીએસના કુમારસ્વામીને સીએમ બનાવવા અંગેની વિચારણા થઇ રહી છે.

શું હશે ભાજપનો દાવ

શું હશે ભાજપનો દાવ

કર્ણાટક ચૂંટણી પરિણામોના આંકડાઓને જોતાં કોંગ્રેસ અને જેડીએસ જો સાથે મળી જાય છે તો એમનો આંકડો 114ની ઉપર પહોંચી જશે. સરકાર બનાવવા માટે 112 સીટની જરૂર છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીએ જેડીએસ સાથે સંપર્ક સાધ્યો છે. જો કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સમાધાન થઇ જાય અને સરકાર બનાવવાનો રસ્તો બની જાય છે તો બહુમતથી નજીક આવ્યા છતાં ભાજપના હાથમાં સત્તા નહીં આવે.

English summary
Karnataka election results 2018: Ghulam nabi azad talks sonia gandhi on congress jds coalition bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X