સફાઈકર્મીઓ વચ્ચે પહોંચ્યા રાહુલ ગાંધી, ગળે લગાવી ફોટો ખેંચાવી
આવતા મહિને કર્ણાટક ઈલેક્શન થવા જઈ રહ્યું છે. આ રાજ્યમાં જ્યાં કોંગ્રેસ પોતાની સત્તા બચાવવાની કોશિશ કરી રહી છે ત્યાં બીજી બાજુ ભાજપ સત્તામાં ફરી આવવા માટે સપનું જોઈ રહી છે. જેને કારણે બંને પાર્ટીના મોટા નેતાઓ એક પછી એક રેલીઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધી પણ કર્ણાટકમાં પોતાની પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે "જન આશીર્વાદ યાત્રા" ઘ્વારા લોકો સાથે મુલાકાત કરશે. પરંતુ આ યાત્રા પહેલા તેમને સફાઈકર્મીઓ સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યા સાંભળી.

રાહુલ ગાંધીએ મહિલા સફાઈકર્મીઓ સાથે ફોટો ખેંચાવી
આ દરમિયાન તેમને જણાવ્યું કે જે લોકો સૌથી મુશ્કિલ કામ કરે છે તેમને વધારે મહેનતાણું મળવું જોઈએ. તેમને ત્યાં હાજર સફાઈકર્મીઓ ઘ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ આપ્યા અને મહિલા સફાઈકર્મીઓ સાથે ફોટો ખેંચાવી.
|
રાહુલ ગાંધીએ કહ્યું કે મને સર નહીં કહો
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ જ્યાં પણ જાય છે તેમને લોકો સર કહીને બોલાવે છે. જેને કારણે મને લાગે છે કે મારી ઉમર વધારે થઇ ગયી છે. એટલા માટે પ્લીઝ મને રાહુલ કહીને બોલાવો મને સારું લાગશે.

કેન્દ્ર સરકાર અને પીએમ પર તીખા પ્રહાર
આ પહેલા પણ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર અને પીએમ પર તીખા પ્રહાર કરી ચુક્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે અને પીએમ ને લાગે છે કે આંબેડકરની મૂર્તિ સામે નમસ્કાર કરવું દલિતોનું સમ્માન છે.

દુકાનદારો સાથે વાતચીત
આ પહેલીવાર નથી કે રાહુલ ગાંધી સામાન્ય લોકો પાસે ગયા હોય. આ પહેલા પણ તેઓ કર્ણાટકના દાવનગેરે વિસ્તારમાં દુકાનદારો સાથે વાતચીત કરી હતી અને તે પહેલા પણ તેઓ ઇન્દિરા કેન્ટીનમાં ભોજન કરતા નજરે પડ્યા હતા.