For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાને કર્ણાટકમાં ભાજપ સરકાર પર તાક્યું તીર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-singh
હુબલી, 29 એપ્રિલ: વડાપ્રધાન મનમોહન સિંહે કર્ણાટકની ભાજપ સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે રાજ્યમાં 'કુશાસન' અને 'ભ્રષ્ટાચાર'થી પ્રગતિ અટકાઇ ગઇ છે તથા અલ્પસંખ્યકોને અસુરક્ષાનો ભાવ છે.

અહીં પાંચ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરતાં સોમવારે મનમોહન સિંહે કહ્યું હતું કે ભાજપે ગત પાંચ વર્ષોમાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા છે તથા તેમના કેટલાક નેતાઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

તેમને કહ્યું હતું કે કુશાસન, વિકાસ કાર્યોમાં શિથિલતા અને સૌથી વધારે ભ્રષ્ટાચારના કારણે કર્ણાટકમાં પ્રગતિને મંદ કરી દિધી છે. મનમોહન સિંહે કહ્યું હતું કે રાજ્યમાં કૃષિ અને રોજગાર પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. સિંચાઇના કેટલાક કામો અધૂરા છે તથા સિંચાઇ વિકાસ કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલા કામ પણ સંતોષજનક નથી. તેમને કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપવામાં આવતું નથી જેના લીધે ઘણા ઉદ્યોગો હૈદ્રાબાદ અને પુણે જઇ રહ્યાં છે.

વડાપ્રધાને કહ્યું હતું કે હું વિકાસની નબળાઇ, ખાસ કરીને રાયચૂર, બેલ્લારી, ગુલબર્ગ તથા બીદર જેવા અલ્પસંખ્યક વસ્તીવાળા વિસ્તારોમાં વિકાસ કાર્યની નરમાઇને લઇને હું નાખુશ છું. આ સાંપ્રદાયિક સદભાવની નબળાઇ અને અલ્પસંખ્યકો વચ્ચે અસુરક્ષાનો ભાવ બનેલો છે.

English summary
Manmohan Singh on Monday attacked the state government saying that bad governance, sloppy development work and corruption have slowed down growth in Karnataka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X