For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંને વિધાનસભા સીટ પર JDS-કોંગ્રેસ ગઠબંધનનો કબ્જો

ગઠબંધનને 4 સીટ પર લીડ, શિમોગાથી ભાજપ આગળ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ માટે પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવી રહ્યાં છે, જેના માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. લોકસભા સીટ શિવમોગા, બેલ્લારી મંડ્યા જ્યારે વિધાનસભા સીટ જમખંડી અને રામાનગરના પરિણામ સત્તારૂઢ કોંગ્રેસ-ડેજી (એસ) ગઠબંધનની સાથોસાથ ભાજપ માટે શાખનો સવાલ છે. શનિવારે થયેલ વોટિંગમાં અહીં લગભગ 67 ટકા વોટ પડ્યા હતા. ઉચૂંટણીના પરિણામ 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને માટે ભારે મહત્વ ધરાવે છે.

karnataka election

Newest First Oldest First
1:52 PM, 6 Nov

માંડ્યા સીટ પર એકતરફી મુકાબલો જોવા મળી રહ્યો છે અને જેડીએસના શિવરામગૌડાએ 3,24,943 વોટથી જીત હાંસલ કરી.
1:52 PM, 6 Nov

શિમોગા સીટ પરથી ભાજપના ઉમેદવાર બીએસ રાઘવેન્દ્રની 52,148 વોટથી જીત
1:51 PM, 6 Nov

શિમોગાથી ભાજપના રાઘવેન્દ્ર 47,388 વોટથી આગળ. બેલ્લારી લોકસભા સીટથી કોંગ્રેસના વીએસ ઉગ્રપ્પા 2,14,826 વોટથી આગળ, મંડ્યા લોકસભા સીટ પરથી જેડીએસના એલઆર શિવરામ ગૌડા 2,33,517 વોટથી આગળ.
12:49 PM, 6 Nov

દિનેશ ગુંડુરાવે કહ્યું- લોકોએ મોદી સરકારને નકારી કાઢી, આ સંદેશ છે કે લોકો બદલાવ ઈચ્છે છે
12:48 PM, 6 Nov

સીએમ કુમારસ્વામીના પત્ની રામાનગરથી 1,09,137 મતથી જીત્યાં, બંને વિધઆનસભા સીટ પર ગઠબંધનનો કબ્જો
12:47 PM, 6 Nov

ડીકે શિવકુમારે કહ્યું- આ લોકતંત્ર છે અને જનતાનું મન અતિ મહત્વપૂર્ણ છે.
12:20 PM, 6 Nov

જામખંડીથી કોંગ્રેસ ઉમેદવાર ન્યામગૌડાની 39,480 વોટથી જીત
11:56 AM, 6 Nov

10 રાઉન્ડની ગણતરી બાદ મંડ્યા લોકસભા સીટ પર જેડીએસ ઉમેદવારે બનાવી 1,96,883 મતથી લીડ
11:56 AM, 6 Nov

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 4 સીટ પર લીડ, સીએમ કુમારસ્વામીના પત્ની એક લાખથી પણ વધુ મતથી આગળ, જેડીએસ કાર્યકર્તા મનાવી રહ્યા છે જશ્ન
11:55 AM, 6 Nov

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 4 સીટ પર લીડ, પાર્ટી કાર્યાલયે જશ્નમાં ડૂબ્યા કાર્યકર્તાઓ
11:43 AM, 6 Nov

બેલ્લારીથી કોંગ્રેસના ઉમેદવાર 1,84,203 વોટથી આગળ, કોંગ્રેસ કાર્યકરો મનાવી રહ્યા છે જશ્ન
11:43 AM, 6 Nov

શિમોગાથી યેદુરપ્પાના દીકરા રાઘવેન્દ્ર 36467 વોટથી આગળષ બેલ્લારીથી કોંગ્રેસના ઉમેદવાર 1,84,203 વોટથી આગળ, મંડ્યાથી જેડીએસ ઉમેદવાર 1,21,963 વોટથી આગળ.
11:07 AM, 6 Nov

જામખંડીમાં કોંગ્રેસ ઉમેદવાર 32,933 વોટથી આગળ, સીએમ કુમારસ્વામીનાં પત્ની ામાનગરથી 65,990 વોટથી આગળ.
11:07 AM, 6 Nov

શિમોગાથી યેદુરપ્પાનો દીકરો રાઘવેન્દ્ર 32,562 મતથી આગળ, બેલ્લારીથી કોંગ્રેસ ઉમેદવાર 1,51,060 મતથી આગળ, મંડ્યાથી જેડીએસ ઉમેદવા 76,952 વોટથી આગળ.
11:07 AM, 6 Nov

8 રાઉન્ડની ગણતરી બાદ બેલ્લારીથી કોંગ્રેસ ઉમેદવાર ઉંગરપ્પા ભાજપના ઉમેદવારથી 1,28,815 વોટથી આગળ.
10:23 AM, 6 Nov

ચોથા રાઉન્ડ બાદ શિવમોગાથી યેદુરપ્પાનો દીકરો અને ભાજપના ઉમેદવાર રાઘવેન્દ્રએ જેડીએસના મધુબંગરપ્પા પર 9665 વોટથી લીડ મેળવી.
10:23 AM, 6 Nov

છઠ્ઠા રાઉન્ડની ગણતરી બાદ બેલ્લારીથી કોંગ્રેસ ઉમેદવાર ઉંગરપ્પા ભાજપ ઉમેદવારથી 1,00,723 મતથી આગળ.
10:23 AM, 6 Nov

ત્રીજા રાઉન્ડ બાદ શિમોગાથી યેદુરપ્પાનો દીકરો રાઘવેન્દ્રએ જેડીએના મધુબંગરપ્પા પર 2627 વોટથી લીડ મેળવી.
10:23 AM, 6 Nov

પાંચમા રાઉન્ડ બાદ મંડ્યા લોકસભા સીટ પર જેડીએસ ઉમેદવાર 1,09,066 વોટથી આગળ.
10:23 AM, 6 Nov

બીજા રાઉન્ડ બાદ શિવમોગાથી યેદુરપ્પાનો દીકરો પાછળ, જેડીએસના મધુબંગરપ્પાએ 1404 વોટે લીડ મેળવી.
10:20 AM, 6 Nov

ચોથા રાઉન્ડની ગણતરીકે બાદ બેલ્લારીથી કોંગ્રેસના ઉમેદવાર ઉંગરપ્પા ભાજપના ઉમેદવારથી 64000 મતથી આગળ.
10:20 AM, 6 Nov

ત્રીજા રાઉન્ડની ગણતરી બાદ બેલ્લારીથી કોંગ્રેસના ઉમેદવાર ઉંગરપ્પા ભાજપના ઉમેદવારથી 45808 વોટથી આગળ.
10:20 AM, 6 Nov

શિવમોગાથી ભાજપના બીએસ રાઘવેન્દ્ર 3906 વોટથી આગળ
10:20 AM, 6 Nov

ચોથા રાઉન્ડ બાદ જામખંડીમાં કોંગ્રેસ ઉમેદવાર ન્યામગૌડા ભાજપના ઉમેદવાર શ્રીકાંતથી 7149 વોટથી આગળ, સીએમ એચડી કુમારસ્વામીના પત્ની અનિતા કુમારસ્વામી રામનગરથી 14813 વોટથી આગળ
10:19 AM, 6 Nov

બેલ્લારીથી કોંગ્રેસ ઉમેદવાર અંગરપ્પા ભાજપના ઉમેદવારથી 17480 વોટથી આગળ
10:17 AM, 6 Nov

જામખંડીમાં કોંગ્રેસના ઉમેદવાર ન્યામગૌડા ભાજપના ઉમેદવાર શ્રીકામંતથી 55433 વોટથી આગળ, સીએમ એચડી કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામી રામનગરથી 8430 મતથી આગળ.
10:17 AM, 6 Nov

બેલ્લારી અને જામખંડીમાં કોંગ્રેસ આગળ, શિવમોગામાં યેદુરપ્પાના દીકરા રાઘવેન્દ્ર 800 વોટથી આગળ, માંડ્યા અને રામગરમાં જેડીએસ આગળ.
10:17 AM, 6 Nov

રામનગર વિધાનસભા સીટ પર સીએમ એચડી કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામી 3520 મતથી આગળ, માંડ્યામાં પણ જેડીએસ ઉમેદવાર એલઆર શિવરામેગૌડા આગળ ચાલી રહ્યા છે.
10:16 AM, 6 Nov

જામખંડી વિધાનસભા સીટ પર કોંગ્રેસ 1600 વોટથી આગળ, ભાજપ શિમોગા લોકસભા સીટ પર 33 વોટથી આગળ
10:13 AM, 6 Nov

શ્રીરામુલુએ બેલ્લારી સીટ પરથી રાજીનામું આપી દીધા બાદ મોલ્કલમુરુ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. જે કારણે બેલ્લારીની સીટ ખાલી થઈ ગઈ હતી.
READ MORE

English summary
Karnataka by elections results 2018: bjp leading in shimoga, jds in ramangar, live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X