Karnataka Election 2023: વોટિંગ પહેલા જ મતદાન શરુ! જાણો 'વોટ ફ્રૉમ હોમ' વિશે વિસ્તારથી
Karnataka Assembly Elections 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ જનતાને મનાવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પ્રચાર પોતાના ચરમ પર છે.
તમને જણાવી દઈએ કે 224 સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં 10 મેના રોજ વોટિંગ થશે અને ચૂંટણીના પરિણામ 13 મેના રોજ આવશે, પરંતુ ત્યાં વોટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. આવુ કેવી રીતે? આવો જાણીએ આની પાછળનુ કારણ.

કર્ણાટકમાં સૌ પ્રથમવાર ઘરેથી વોટ આપવાનો વિકલ્પ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ રવિવારથી 80 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને ખાસ દિવ્યાંગો માટે તેમના ઘરે મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચ અને મતદાનની કામગીરી પણ એજન્ટોની 5 સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી છે અને તેઓએ રવિવારથી જ તેમની કામગીરી શરૂ કરી દીધી છે.
આ અભિયાન હેઠળ વરિષ્ઠ નાગરિકો 6 મે સુધી મતદાન કરી શકશે. તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં લગભગ 80,000 સુપર સrનિયર્સે ઘરેથી મતદાન કરવાનુ પસંદ કર્યુ છે. વૃદ્ધ લોકોએ પણ ભારતના ચૂંટણી પંચની પહેલની પ્રશંસા કરી છે.
આ અંગે ખુશી વ્યક્ત કરતા મેંગલુરુના માર્નામીકટ્ટાની રહેવાસી પ્રમિલા બાસ્કરે પોતાનો અનુભવ જણાવ્યો અને કહ્યુ કે હું આયોગની આ પહેલથી ખૂબ જ ખુશ છું. તે લોકો ખૂબ જ સપોર્ટ કરે છે, જ્યારે મે તેમને કહ્યુ કે તેઓ મતદાન મથક સુધી જઈ શકતા નથી, ત્યારે તેમણે કહ્યુ કે કોઈ વાંધો નહીં, અમે તમારા ઘરે આવીશુ. આ બહુ મોટી વાત છે.
ચૂંટણી પંચે નિષ્પક્ષ મતદાન માટે 5 સભ્યોની ટીમની નિમણૂક કરી છે. આ ટીમની સાથે ઓબ્ઝર્વર અને પોલીસ ટીમ પણ રહેશે. આ સમયગાળા દરમિયાન મતદારો બેલેટ પેપરનો પણ ઉપયોગ કરી શકશે. મતદાન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે, જેની સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે.
આપને જણાવી દઈએ કે હાલમાં કર્ણાટકમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 12.15 લાખ છે અને 5.55 લાખ અલગ-અલગ-વિકલાંગ મતદારો છે. ચૂંટણી પંચે દિવ્યાંગો માટે 'સક્ષમ' એપ લોન્ચ કરી છે. જેમાં દિવ્યાંગો આરામથી લોગઈન કરીને મતદાનનો લાભ લઈ શકશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
