For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ફ્લોર ટેસ્ટઃ સંકટમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર, આજે સાંજે 6 વાગે થશે ફ્લોર ટેસ્ટ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું ભવિષ્ય હજુ પણ લટકી રહ્યુ છે. આજે એક વાર ફરીથી વિધાનસભા સ્પીકરે ફ્લોર ટેસ્ટની ડેડલાઈન સાંજે 6 વાગ્યા સુધીની રાખી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું ભવિષ્ય હજુ પણ લટકી રહ્યુ છે. સોમવારે ફ્લોર ટેસ્ટ પહેલા લગભગ 10 કલાકની ચર્ચા બાદ પણ મુખ્યમંત્રી કુમારસ્વામીની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી. આજે એક વાર ફરીથી વિધાનસભા સ્પીકરે ફ્લોર ટેસ્ટની ડેડલાઈન સાંજે 6 વાગ્યા સુધીની રાખી છે. સ્પીકર કે આર રમેશ કુમારે સોમવારે લગભગ અડધી રાત સુધી સંસદ ચાલ્યા બાદ તેને મંગળવાર સુધી માટે સ્થગિત કરી દીધી હતી. તેમણે કહ્યુ હતુ કે મંગળવારે સાંજે છ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ થઈ જશે.

karnataka speaker

આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે બે અપક્ષ ધારાસભ્યોને મિલાવીને તેમની પાસે કુલ 107 સભ્યો છે જ્યારે કોંગ્રેસ-જેડીએસ પાસે માત્ર 101 ધારાસભ્યો છે. સોમવારે સંસદના 20 ધારાભ્યો ગાયબ હતા. ત્યારબાદ સ્પષ્ટ છે કે ગઠબંધન સરકાર પાસે માત્ર 98 જ ધારાસભ્ય છે. વળી, આજે બે અપક્ષ ધારાસભ્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીની પણ આજે સુનાવણી થવાની છે. બંને અપક્ષ ધારાસભ્ય આર શંકર અને એચ નાગેશે હાલમાં જ મંત્રીપદેથી પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ અને સરકારમાંથી પોતાનુ સમર્થન પાછુ લઈ લીધુ હતુ.

તમને જણાવી દઈએ કે સ્પીકરે સોમવારે જ ફ્લોર ટેસ્ટની અપીલ કરી હતી પરંતુ મોડી રાત સુધી પણ ફ્લોર ટેસ્ટ ન થઈ શક્યો. તેમણે કહ્યુ કે મને વચન તોડનાર ન બનાવો. સંસદના નેતા કુમારસ્વામી અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ ભરોસો અપાવ્યો હતો કે આજે ટ્રસ્ટ વોટ થઈ જશે. પરંતુ કુમારસ્વામીએ સ્પીકરને અપીલ કરી હતી કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ 15 બાગી ધારાસભ્યો પર પોતાનો ચુકાદો નહિ સંભળાવે ત્યાં સુધી ટ્રસ્ટ કરાવવામાં નહિ આવે. હવે જોવાની વાત એ છે કે શું આજે કર્ણાટકમાં ટ્રસ્ટ વોટ થઈ શકે છે કે એક વાર ફરીથી લોકોને રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દે ખોટુ નિવેદન આપી ફસાયા ટ્રમ્પ, કોંગ્રેસમેને માંગી ભારતની માફીઆ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દે ખોટુ નિવેદન આપી ફસાયા ટ્રમ્પ, કોંગ્રેસમેને માંગી ભારતની માફી

English summary
Karnataka Floor Test: Speaker sets new deadline for trust vote today by 6 PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X