For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક સરકારે કહ્યુ - 1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન ત્યારે જ લાગશે જ્યારે...

કર્ણાટક સરકારની ઈચ્છા 1 મેથી લોકોને વેક્સીન લગાવવાની નથી દેખાઈ રહી.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા નાગરિકો માટે કેન્દ્ર સરકારે 1 મેથી વેક્સીન લગાવવાનુ એલાન કર્યુ છે. આના માટે 28 તારીખથી રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ચૂક્યુ છે પરંતુ કર્ણાટક સરકારની ઈચ્છા 1 મેથી લોકોને વેક્સીન લગાવવાની નથી દેખાઈ રહી. બુધવારે કર્ણાટક સરકાર 1મેથી રાજ્યમાં વેક્સીનેશન કરવા મુદ્દે બચતી દેખાઈ રહી છે. એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કર્ણાટક સરકારે કહ્યુ કે વેક્સીન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે પરંતુ વેક્સીન લગાવવાનો નિર્ણય રાજ્યને વેક્સીનનો પૂરતો હિસ્સો મળ્યા બાદ જ લેવામાં આવશે.

covid

સરકારનુ આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે તે પહેલેથી જ રાજ્યમાં કોરોનાથી મરનાર લોકોના અંતિમ સંસ્કાર માટે 230 એકરનુ અસ્થાયી સ્મશાન ઘાટ બનાવવાનો આદેશ આપી ચૂકી છે. કર્ણાટકમાં રોજ કોરોનાથી મોતના 100-200 કેસ નોંધાઈ રહ્યા છે. અંતિમ સંસ્કારની સુવિધા માટે રાજ્યમાં 23 સ્થળોને નિર્ધારિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વવાળી સરકારનુ કહેવુ છે કે 18થી 44 વર્ષની ઉંમરના નાગરિકોને વેક્સીન આપવા માટે સરકારે 1 કરોડ વેક્સીનનો ઑર્ડર આપ્યો છે.

બંગાળ ચૂંટણીઃ પ્રોટોકૉલનુ પાલન કરી લોકતંત્રના પર્વમાં ભાગ લોબંગાળ ચૂંટણીઃ પ્રોટોકૉલનુ પાલન કરી લોકતંત્રના પર્વમાં ભાગ લો

સરકારનુ કહેવુ છે કે વેક્સીનેશનના ત્રીજા તબક્કામાં નિર્માતાઓ દ્વારા પૂરતી માત્રામાં સપ્લાય મળ્યા બાદ આ લોકોનુ રસીકરણ કરવામાં આવશે. રસીકરણની સુવિધા ખાનગી તેમજ સરકારી બંને હોસ્પિટલોમાં હશે અને આના માટે ઑનલાઈન પોર્ટલ પર જઈને સમય લઈ શકાય છે. જો કે 45 વર્ષથી વધુ ઉંમરના પાત્ર નાગરિકોનુ રસીકરણ બધી સરકારી હોસ્પિટલોમાં 1 મે પછી ચાલુ રહેશે.

English summary
Karnataka government appears to be escaping the issue of vaccinating above 18 from 1st May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X