For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ રેડ્ડી બંધુઓએ કેવી રીતે ઉભુ કર્યુ અરબોનું સામ્રાજય

આ 21 મી સદીની એક એવી કહાની છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર પોતાના દમ પર ખાણની દુનિયાનો બેતાજ બાદશાહ બની જાય છે. આ કહાની છે જનાર્દન રેડ્ડીની.

|
Google Oneindia Gujarati News

આ 21 મી સદીની એક એવી કહાની છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર પોતાના દમ પર ખાણની દુનિયાનો બેતાજ બાદશાહ બની જાય છે. આ કહાની છે જનાર્દન રેડ્ડીની. જે પૈસા કમાવવાની હોડમાં એટલા આગળ નીકળી ગયા કે સુપ્રિમ કોર્ટને તેમના પર પોતાના ભાઈઓ અને સહયોગીઓના ચૂંટણી પ્રચાર માટે પોતાના જ પૈતૃક જિલ્લા બલ્લારી જવા પર પણ રોક લગાવવી પડી. જનાર્દન રેડ્ડીના રાજકીય સ્તરની વાત કરીએ તો તેના બચાવમાં બીએસ યેદિયુરપ્પા જેવા નેતા પણ ખડેપગે આવી જાય છે. વર્ષ 2008 માં આ જ રેડ્ડી બંધુઓએ ભાજપના નેતૃત્વવાળી સરકારના મુખ્યમંત્રી યેદિયુરપ્પાને પદ પરથી હટાવવાની કોશિશ કરી હતી.

બંધુઓનો સત્તા પર પ્રભાવ

બંધુઓનો સત્તા પર પ્રભાવ

જનાર્દન રેડ્ડીએ એ સુનિશ્ચિત ક્રયુ કે તેના ભાઈ અને ભાઈ જેવા જ બી શ્રીરામુલૂ (બલ્લારીના સાંસદ અને બાદામી અને મોલોકલમુરુથી ભાજપના ઉમેદવાર) ને આ ચૂંટણીમાં પક્ષ તરફથી ફરીથી એકવાર ઉમેદવાર બનાવવામાં આવે. બીબીસીએ જનાર્દન રેડ્ડી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તે સંભવ બન્યુ નહિ. જો કે, તેમના એક નજીકના સહયોગી વીરુપક્ષપ્પા ગૌડે બીબીસી હિન્દીને જણાવ્યુ કે રેડ્ડી બંધુઓ (જનાર્દન, કરુણાકર અને સોમશેખર રેડ્ડી) ના પિતા આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં પોલિસ કોન્સ્ટેબલ હતા. જેમની બદલી બલ્લારીમાં થઈ હતી. તે સમયે આંધ્રપ્રદેશ અને કર્ણાટક મદ્રાસનો હિસ્સો હતો. ગૌડ જણાવે છે કે, " વર્ષ 1956માં રાજ્યોના પુનર્ગઠન બાદ રેડ્ડી ભાઈઓના પિતાએ બલ્લારીમાં રોકાવાનો નિર્ણય કર્યો. અહીં જ મોટા થતાં જનાર્દન રેડ્ડીએ કોલકત્તાની એક વીમા કંપની સાથે કામ કરવાનું શરૂ કર્યુ. રેડ્ડી વીમા સાથે જોડાયેલા ઘણા કેસોમાં સમાધાન કરાવવામાં સફળ થયા. આનાથી તેમણે એટલા પૈસા કમાયા કે તે ચિટ ફંડ કંપની શરૂ કરવામાં સફળ થયા."

રેડ્ડી બંધુઓએ શરૂ કર્યુ હતુ એક અખબાર

રેડ્ડી બંધુઓએ શરૂ કર્યુ હતુ એક અખબાર

વીરુપક્ષપ્પાના જણાવ્યા અનુસાર, " જનાર્દન રેડ્ડીએ એક અખબાર પણ શરૂ કર્યુ હતુ જેનું નામ ‘એ નમ્મા કન્નડ નાડુ' એટલે કે અમારી કન્નડ ભૂમિ હતું. આ દરમિયાન જનાર્દન રેડ્ડી અને શ્રીરામુલુ એવા લોકોની નજીક આવ્યા જે પોતાના વિવાદો ઉકેલવા માટે તેમની પાસે જવા લાગ્યા કારણકે પોલિસ પાસે જઈને વિવાદ ઉકેલવો એક જટિલ પ્રક્રિયા બની જતી હતી." આ એ સમયની વાત છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બલ્લારીમાંથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા હતા. પરંતુ ભાજપ કોંગ્રેસના ગઢમાં સોનિયા ગાંધીને હંફાવ્યા વિના રહેવા માંગતા નહોતા. એવામાં ભાજપે સુષ્મા સ્વરાજને બલ્લારી બેઠક પરથી લડાવ્યા. તે વખતમાં જનાર્દન રેડ્ડી અને શ્રીરામુલુ તેમની નજીક આવી ગયા.

વિવાદો ઉકેલવામાં નિપુણ હતા રેડ્ડી બંધુઓ

વિવાદો ઉકેલવામાં નિપુણ હતા રેડ્ડી બંધુઓ

વિવાદો ઉકેલવામાં રેડ્ડી બંધુઓને એટલી નિપુણતા હતી કે ખાણ ક્ષેત્રના બાદશાહ લાડ બંધુ અનિલ-સંતોષ અને આનંદ સિંહ (વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવાર) મેંગેનીઝ કણોની ધૂળ પર માલિકી હક અંગેના વિવાદ ઉકેલવા જનાર્દન અને શ્રીરામુલુ પાસે પહોંચ્યા. આ વિવાદ એક મોટી ખાણ કંપની સાથે બે લાખ ટન ધાતુના કણો માટે હતો. જેની કિંમત ચીનમાં લોખંડની કણોની માંગ વધતા આકાશને આંબવા લાગી હતી. વીરુપક્ષપ્પા જણાવે છે, "આ વિવાદથી પાંચ કે દસ લાખ રૂપિયા મેળવવાની જગ્યાએ રેડ્ડી બંધુઓએ દસ ગણા પૈસા કમાયા અને આ પૈસાથી તે પડોશી જિલ્લા અનંતપુર (આંધ્રપ્રદેશ) માં ઓબાલાપુરમ ખાણ કંપની ખરીદવામાં સફળ થયા."

રેડ્ડી બંધુઓએ કેવી રીતે ઉભુ કર્યુ સામ્રાજ્ય

રેડ્ડી બંધુઓએ કેવી રીતે ઉભુ કર્યુ સામ્રાજ્ય

ઓબાલાપુરમ ખાણ કંપની સામે સુપ્રિમ કોર્ટમાં પિટીશન કરનાર સમાજ પરિવર્તન સમુદાયના એસ આર હીરેમઠ કહે છે કે, "રેડ્ડી બંધુઓએ આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડી સાથે દોસ્તી કરીને આ ખાણોના લાયસન્સ લઈ લીધા." "રેડ્ડી બંધુઓ પાસે આંધ્રપ્રદેશમાં કર્ણાટક સીમા નજીકની ચાર ખાણો હતી પરંતુ તેમાંથી નીકળતા લોખંડના કણોના ખરીદાર ઓછા હતા કારણકે આ કણોની ગુણવત્તા કર્ણાટકમાં મળતા લોખંડના કણોથી ઓછી હતી. રેડ્ડી બંધુઓએ એ ગુણવત્તાના લોખંડના કણોની નિકાસ કરી જે આંધ્રપ્રદેશમાં મળતા લોખંડના કણોથી વધુ સારા હતા."

રેડ્ડી બંધુઓનું બિઝનેસ મોડેલ

રેડ્ડી બંધુઓનું બિઝનેસ મોડેલ

સુપ્રિમ કોર્ટની પર્યાવરણ કેસની ખંડપીઠે એક ‘સેન્ટ્રલ એમપાવર્ડ કમિટી' નું ગઠન કર્યુ જેણે ઘણા સમય બાદ આની જાણકારી મેળવી. હીરેમઠ કહે છે કે, "રેડ્ડી બંધુઓની રીત એવી હતી કે તે આંધ્રપ્રદેશમાં સ્થિત પોતાની ખાણોમાં ઘૂસીને કર્ણાટકમાં સ્થિત ખાણોમાંથી ખનન કરતાં હતા. આ ખાણ બલ્લારી લોખંડ ઓર કંપની પાસે હતી અને આંધ્રપ્રદેશની નજીક હતી." "આ રેડ્ડી બંધુઓની કામ કરવાની એક રીત હતી. તેમણે ખાણ કંપનીઓની સાથે એક બીજી પ્રક્રિયા પણ અપનાવી જે અંતર્ગત 30 ટકા અને 70 ટકા પર સમજૂતી પણ કરી. જનાર્દન રેડ્ડી ખૂબ જ ચાલાક ખાણ વ્યવસાયી હતા."

સીબીઆઈની ભૂમિકા પર સવાલ

સીબીઆઈની ભૂમિકા પર સવાલ

બલ્લારીમાં ખાણ સાથે જોડાયેલા એક જૂના પરિવારને એક વન અધિકારીએ જનાર્દન સાથે કામ કરવાનું કહ્યું. આ પરિવારના તપલ ગણેશ કહે છે કે, "મે રેડ્ડી બંધુઓની આ સમજૂતી માનવાનો ઈનકાર કરી દીધો. પરંતુ બાદમાં જાણવા મળ્યુ કે તે એક પડોશી ખાણમાંથી અમારી ખાણમાં ઘૂસી આવ્યા છે. ત્યારે મે પોલિસ અને અન્ય સંસ્થાઓને ફરિયાદ કરી, જ્યારે કંઈ ન થયુ ત્યારે હું અદાલતમાં ગયો." હીરેમઠ કહે છે કે, "તમને યાદ હશે કે રેડ્ડી બંધુ (કરુણાકર સિવાય) એક નવા પ્રકારના રાજકારણીઓની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો પૈસા સાચવવાની સાથે સાથે આને છૂપાવવામાં પણ સક્ષમ છે." કર્ણાટકના તત્કાલિન લોકાયુક્ત જસ્ટિસ સંતોષ હેગડેએ પોતાના રિપોર્ટમાં આકલન કર્યુ છે કે ગેરકાયદે ખનન અને દેશના દસ બંદરો પરથી ચીનને નિકાસ કરાતા ઓરની કિંમત લગભગ સોળ હજાર પાંચસો કરોડ હતી. જે બંદરો પરથી નિકાસ કરાઈ તે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ગોવામાં છે.
લોકોયુક્તના રિપોર્ટ વિશે જસ્ટિસ હેગડેએ બીબીસી સાથે વાત કરતા કહ્યુ, "મને લાગે છે કે આ કિંમત આનાથી ઘણી વધારે હતી કારણકે ઘણા કેસોમાં તો અમને દસ્તાવેજી પુરાવા નથી મળ્યા." પરંતુ જસ્ટિસ હેગડે આશ્ચર્યચક્તિ છે કે, "આ ગોટાળાની તપાસ કરતી એજન્સી સીબીઆઈને પણ રિપોર્ટ આપવી જોઈએ કારણકે રાજ્ય સરકારે દસ્તાવેજ આપ્યા નહોતા. તમે એક તપાસ એજન્સી છો અને તમારી પાસે તપાસ કરવાની શક્તિ છે, દસ્તાવેજો માટે તમે અદાલતમાં જઈ શકો છો. તેમ છતાં લોકાયુક્તની રિપોર્ટમાં બધા દસ્તાવેજો હતા જેના આધાર પર કાર્યવાહી થઈ શકતી હતી." વીરુપક્ષપ્પા કહે છે કે, "રાજકીય રૂપે જનાર્દન રેડ્ડી એર રણનીતિકાર છે પરંતુ ક્યારેક તેઓ સાચા ખોટાની ચિંતા કર્યા વિના નિવેદનબાજી કરી દેતા હોય છે."

English summary
karnataka how reddys brothers raised empire of the arabs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X