બજરંગદળના કાર્યકર્તાની હત્યા મુસ્લિમ ગુંડાઓએ કરી, કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે તેમને ભડકાવ્યાઃ ઈશ્વરપ્પા
કર્ણાટક સરકારમાં મંત્રી ઈશ્વરપ્પાએ એક વાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે એ ચર્ચામાં આવી ગયા છે.
બેંગલુરુઃ કર્ણાટક સરકારમાં મંત્રી ઈશ્વરપ્પાએ એક વાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યુ છે જેના કારણે એ ચર્ચામાં આવી ગયા છે. ઈશ્વરપ્પાએ કહ્યુ કે શિવમોગામાં બજરંગદળના કાર્યકર્તાની હત્યામાં મુસ્લિમ ગુંડાઓ શામેલ છે. તેમણે કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે મુસ્લિમ ગુંડાઓને ભડકાવ્યા હતા. નોંધનીય વાત છે કે કર્ણાટકમાં પહેલેથી જ હિજાબ વિવાદને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. રાજ્યભરમાં આને લઈને લોકો પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં આ કેસ કર્ણાટક હાઈકોર્ટમાં છે જ્યાં તેના પર સુનાવણી ચાલી રહી છે.

મુસ્લિમ ગુંડાઓએ કરી હત્ચા
ઈશ્વરપ્પાએ કહ્યુ કે મુસ્લિમ ગુંડાઓએ બજરંગદળના કાર્યકર્તાની હત્યા કરી છે. આ એટલા માટે થયુ કારણકે હાલમાં જ ડીકે શિવકુમારે નિવેદન આપ્યુ હતુ કે તિરંગાને હટાવીને ભગવો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. ડીકે શિવકુમારના ભડકાઉ ભાષણના કારણે જ મુસ્લિમ ગુંડાઓને બળ મળ્યુ. આ ગુંડાગર્દીને કોઈ કાળે સહન કરવામાં નહિ આવે. નોંધનીય વાત છે કે ડીકે શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે શિવમોગામાં એક કૉલેજની અંદર તિરંગાને હટાવીને ભગવો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોઈ શકાય છે કે આવુ કંઈ થયુ નથી.
ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ સોમવારે કહ્યુ કે આ કેસ હિજાબ વિવાદ સાથે જોડાયેલો નતી. પરંતુ તેની તપાસ થઈ રહી છે અને જ્યાં સુધી તપાસ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચી શકાય. જ્ઞાનેન્દ્રએ કહ્યુ કે મૃતકના પરિવાર સાથે મે વાત કરી છે. મૃતકનુ નામ હર્ષા છે કે જે વ્યવસાયે ટેલર હતો અને શિવમોગમાં રહેતો હતો. આ હત્યા રવિવારે રાતે 9.30 વાગે થઈ છે. કેસની તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. સાથે જ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે માંગ્યુ ગૃહમંત્રીની રાજીનામુ
વળી, આ હત્યાની કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નિંદા કરી છે. તેમણે કહ્યુ કે આ હત્યા એ જિલ્લામાં થઈ છે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવે છે. દોષિતોને આ કેસમાં ફાંસીની સજા થવી જોઈએ. હું રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરુ છુ. તમને જણાવી દઈએ કે હત્યા બાદથી શિવમોગામાં સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે. સ્થિતિને જોતા કલમ 144 લગાવી દેવામાં આવી છે અને સ્કૂલોને 23 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
