For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 વર્ષમાં કોંગ્રેસ મંત્રીની 600 કરોડ સંપત્તિ વધી

કર્ણાટકની સરકારમાં ઉર્જા મંત્રી ડીકે શિવકુમાર જેમને ગયા વર્ષે ગુજરાતમાં 43 કોંગ્રેસ વિધાયકોને પોતાની હોટલમાં જગ્યા આપી હતી તેમની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકની સરકારમાં ઉર્જા મંત્રી ડીકે શિવકુમાર જેમને ગયા વર્ષે ગુજરાતમાં 43 કોંગ્રેસ વિધાયકોને પોતાની હોટલમાં જગ્યા આપી હતી તેમની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. વર્ષ 2013 વિધાનસભા ઈલેક્શન ની સરખામણીમાં આ વખતે તેમની સંપત્તિ 589 કરોડ રૂપિયા વધી છે. કોંગ્રેસ નેતાની આ સંપત્તિની જાણકારી ત્યારે મળી જયારે ગુરુવારે તેમને કનકપુર વિધાનસભા સીટથી વિધાનસભા ઈલેક્શન માટે પોતાનું નામાંકન દાખલ કર્યું.

મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખે છે કુમાર

મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રાખે છે કુમાર

55 વર્ષના ઉર્જા મંત્રી શિવકુમાર, જેઓ મુખ્યમંત્રી બનવા માટે ઈચ્છા રાખે છે, તેમને 94 પેજના હલ્કનામામાં 840 કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી છે. વર્ષ 2008 દરમિયાન કુમારની સંપત્તિ 75 કરોડ રૂપિયા હતી. જયારે વર્ષ 2013 દરમિયાન તેમની સંપત્તિ વધીને 251 કરોડ રૂપિયા થઇ ગયી. કુમારે ચલ સંપત્તિની કિંમત 70,94,84,974 રૂપિયા અને અચલ સંપત્તિની કિંમત 548,85,20,592 રૂપિયા બતાવી છે. તેના સિવાય બધી જ સંપત્તિઓ તેમની પત્ની અને બીજા ત્રણ લોકોના નામ પર બતાવવામાં આવી છે.

ગયા વર્ષે દરોડા પડ્યા હતા

ગયા વર્ષે દરોડા પડ્યા હતા

આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં કર્ણાટક થી લઈને દિલ્હી સુધી તેમના અલગ અલગ લગભગ 60 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે વખતે ઈન્ક્મ ટેક્સ વિભાગ અધિકારીઓ અનુસાર શિવકુમાર પર સિંગાપોર ઘ્વારા ફંડ ઠેકાણે લગાવવા માટે આરોપ છે. ઈન્ક્મ ટેક્સ વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દરોડામાં શિવકુમાર પાસે 11.43 કરોડ રૂપિયા મળ્યા હતા. દિલ્હીમાં મારવામાં આવેલા દરોડામાં 8.43 કરોડ રૂપિયા, બેંગ્લોર અને મૈસુર દરોડામાં 2.15 કરોડ અને 60 લાખ રૂપિયા મળ્યા હતા.

હલ્કનામાં કુમારે કહ્યું કે..

હલ્કનામાં કુમારે કહ્યું કે..

હલ્કનામાં માં કુમારે જણાવ્યું કે તેમના પર બે મામલે કેસ નોંધાયો છે. જેમાં એક મામલો ગયા વર્ષે ઈન્ક્મ ટેક્સ વિભાગ કાર્યવાહી સાથે જોડાયેલો છે. શિવકુમારની અલગ અલગ ક્ષેત્રોમાં રુચિ છે. જેમાં ગ્રેનાઈટ, રિયલ એસ્ટેટ, શિક્ષા અને કેબલ ટેલિવિઝન શામિલ છે. જે તેમના અને તેમના પરિવાર ઘ્વારા સંચાલિત કંપનીઓના નેટવર્ક માધ્યમે થાય છે.

English summary
karnataka minister Shivakumar declares assets at over Rs 600 cr Bengaluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X