For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ દશેરા પર ભીડે ઐતિહાસિક મસ્જિદમાં બળજબરીથી ઘૂસીને કરી પૂજા, 9 લોકો સામે કેસ

દશેરાના જુલૂસમાં ભાગ લેનારી ભીડે કર્ણાટકના બીદર જિલ્લામાં એક ઐતિહાસિક મસ્જિદમાં બળજબરીથી ઘૂસીને પૂજા કરી.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ દશેરાના જુલૂસમાં ભાગ લેનારી ભીડે કર્ણાટકના બીદર જિલ્લામાં એક ઐતિહાસિક મસ્જિદમાં બળજબરીથી ઘૂસીને પૂજા કરી અને જય શ્રીરામના નારા લગાવ્યા. ભીડે મદરસામાં કથિત રીતે તોડફોડ કરી અને બળજબરીથી ઘૂસીને પૂજા કરી. ભીડે મદરસામાં ઘૂસીને જય શ્રીરામના નારા લગાવ્યા અને એક ખૂણામાં પૂજા કરી. પોલીસે નવ લોકો સામે કેસ નોંધ્યો છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. મુસ્લિમ સંગઠનોએ ધરપકડ ન થાય તો વિરોધ પ્રદર્શનની વાત કહી છે.

પોલીસે સમગ્ર મામલે શું કહ્યુ?

પોલીસે સમગ્ર મામલે શું કહ્યુ?

1460ના દશકમાં નિર્મિત બીદરમાં મહેમૂદ ગવાં મદરસા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવે છે. વારસા સંરચના પણ રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની સૂચિમાં છે. પોલીસે કહ્યુ કે ભીડે બુધવારે સાંજે મદરસાનુ તાળુ તોડી દીધુ. મદરસાની સીડીઓ પર ઉભા રહીને પૂજા કરવા માટે એક ખૂણામાં જતા પહેલા તેમણે 'જય શ્રીરામ' અને 'હિંદુ ધર્મ જય'ના નારા લગાવ્યા.

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર સાધ્યુ નિશાન

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર સાધ્યુ નિશાન

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટના અંગે રાજ્યની સત્તારુઢ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો કે તે 'મુસલમાનોને નીચુ બતાવવા' માટે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઓવૈસીએ ટ્વિટ કરીને લખ્યુ, 'ઐતિહાસિક મહમૂદ ગવાં મસ્જિદ અને મદરસા, બીદર, કર્ણાટકના 5 ઓક્ટોબરનો આ વીડિયો છે. ઉગ્રવાદીઓએ ગેટનુ તાળુ તોડી દીધુ અને આ પવિત્ર જગ્યાને અપવિત્ર કરવાનો પ્રયત્ન કર્યો. બીદર પોલીસ તમે આમ કેવી રીતે થવા દઈ શકો છો.'

મુસ્લિમ સંગઠનોએ આપી ચેતવણી

બીદરના ઘણા મુસ્લિમ સંગઠનોએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને ગુનેગારોની ધરપકડની માંગ કરીને વિરોધ પ્રદર્શન કર્યુ છે. તેમણે ચેતવણી આપી છે કે જો આરોપીઓની ધરપકડ ના થઈ તો જુમ્માની નમાઝ બાદ વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

English summary
Karnataka: Mob enters in heritage madrasa on Dussehra, performs puja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X