Karnataka New CM : સિદ્ધારમૈયાની 5 ખાસિયતો, જેના કારણે મળી CMની ખુરશી

Karnataka New CM : કોંગ્રેસ પાર્ટી દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રીના નામ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા સિદ્ધારમૈયા પર ભરોસો મુકીને તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે. એટલે કે, સિદ્ધારમૈયા આ વખતે કોંગ્રસ પાર્ટી તરફથી કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી બનશે.

સિદ્ધારમૈયા 20 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. આ અહેવાલમાં જાણીશું કે, સિદ્ધારમૈયાના એવા કઇ 5 ખાસિયતો છે, જે ડીકે શિવકુમાર પર ભારે પડ્યા છે.

Karnataka New CM :

સિદ્ધારમૈયાની 5 ખાસિયતો

સોશિયલ એન્જિનિયરિંગના મામલે સિદ્ધારમૈયાને કોંગ્રેસના નંબર વન નેતા માનવામાં આવી રહ્યા છે. તેમને કર્ણાટકમાં અહિંદા સમીકરણના પિતા કહેવામાં આવે છે. અહિંદા એટલે અમિનિત્યતારુ (લઘુમતી), હિંદુલિદ્વારુ (પછાત વર્ગ) અને દલિતરુ (દલિત વર્ગ). અહિંદા સમીકરણ હેઠળ સિદ્ધારમૈયાનું ધ્યાન રાજ્યની 61 ટકા વસ્તી પર હતું.

સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. તેમને રાજ્યના સૌથી સ્વચ્છ નેતા માનવામાં આવે છે.

મુસ્લિમ સમુદાયમાં સિદ્ધારમૈયાને સારા ફોલોવર્સ માનવામાં આવે છે. કારણ કે 2013થી 2018 સુધી જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કુર્બા જાતિ પર સિદ્ધારમૈયાની સંપૂર્ણ પકડ છે. તે રાજ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે. આ ઉપરાંત સિદ્ધારમૈયા રાજ્યના મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે.

લગભગ 60 ટકા ધારાસભ્યો પણ સિદ્ધારમૈયાને સમર્થન આપતા જોવા મળ્યા હતા. 2013માં, જ્યારે મલ્લિકાર્જુન ખરગેને સીએમ બનાવવાનો મામલો સામે આવ્યો, ત્યારે સિદ્ધારમૈયાએ લગભગ 70 ટકા ધારાસભ્યોને પોતાના પક્ષમાં લીધા, જેના પરિણામે કોંગ્રેસે જેડીએસમાંથી આવેલા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ આપ્યું હતું.

DK શિવકુમાર મુખ્યમંત્રીની રેસમાં કેમ પાછળ રહ્યા?

ડીકે શિવકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિત 19 કેસ નોંધાયેલા છે. તેઓ જેલમાં પણ ગયા છે. તેમની સામે હજુ પણ ઘણા કેસોની તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી બનાવ્યા હોત, તો ભાજપ તેને મુદ્દો બનાવી શક્યું હોત.

નવી દિલ્હીમાં રેડ દરમિયાન ચાર જગ્યાઓમાંથી 8.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો આરોપ સીધો ડીકે શિવકુમાર પર લગાવવામાં આવ્યો હતો. IT વિભાગને નવી દિલ્હીના સફદરજંગ એન્ક્લેવમાં કથિત રીતે શિવકુમાર સાથે જોડાયેલા ત્રણ ફ્લેટ પણ મળ્યા હતા.

ડીકે શિવકુમાર પાસે કોઈ વહીવટી અનુભવ નથી, તેથી જ કોંગ્રેસ આ સંકટની સ્થિતિમાં કોઈ જોખમ લેવા માંગતી નથી.

CBIના નવા ડાયરેક્ટર પ્રવીણ સૂદ ડીકેના મુખ્યમંત્રી બનતાની સાથે જ ફાઈલ ખોલી શકે છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X