Karnataka New CM : સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર બનશે DyCM, 20 મેના રોજ લેશે શપથ
Karnataka New CM: વર્તમાન સમયમાં રાજકારણમાં એક જ સવાલ સળગી રહ્યો હતો કે, કર્ણાટકના આગાની મુખ્યમંત્રી કોણ હશે? કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે કર્ણાટક સરકારની રચના માટે સર્વસંમતિ પર પહોંચ્યા હતા. જેમનો શપથ સમારોહ 20મી મેના રોજ બેંગ્લોરમાં યોજાશે.
મળતી માહિતી મુજબ 17 મેના રોજ દિલ્હીમાં બપોરે 1.30 કલાકે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મોડી રાત્રે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે શપથ ગ્રહણ માટે કાંતિરવા સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના કાર્યકરો અને કર્મચારીઓએ શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર હાજર રહ્યા હતા. ડીકે શિવકુમારને મળતા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા બુધવારના રોજ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા.
આ પહેલા મંગળવારના રોજ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે ઘણું મંથન કર્યું હતું. દિવસભર બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સૌથી પહેલા રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. આ પછી ખરગે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને મળ્યા હતા.
આ અગાઉ, સોમવારના રોજ પણ પાર્ટી અધ્યક્ષે કર્ણાટકના ત્રણેય નિરીક્ષકો સાથે વાતચીત કરી હતી અને આ સંદર્ભે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા. નવા ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાયના આધારે તૈયાર કરાયેલા અહેવાલ નિરીક્ષકો દ્વારા સોંપવામાં આવ્યો હતો. જે બાદ આ ચર્ચા થઈ હતી.
Siddaramaiah to be the next chief minister of Karnataka and DK Shivakumar to take oath as deputy chief minister. Congress President Mallikarjun Kharge arrived at a consensus for Karnataka government formation. The oath ceremony will be held in Bengaluru on 20th May. pic.twitter.com/CJ4K7hWsKM
— ANI (@ANI) May 17, 2023












Click it and Unblock the Notifications
