Karnataka Result : હિમાલયથી સમુદ્ર સુધી બીજેપી હારી રહી છે-ભુપેશ બઘેલ
કર્ણાટકમાં બીજેપીની હાર થતા હવે તમામ વિપક્ષી નેતાઓ બીજેપી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. નફરતની રાજનીતિ અને લોકોને ગુમરાહ કરતા નિવેદનો બાદ હવે હાર થતા બીજેપીને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ શાનદાર જીત બાદ હવે કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને કોંગ્રેસની નેતાગીરીએ ધમાકેદાર જીત અપાવી છે ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલનું નિવેદન સામે આવ્યુ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બીજેપી પર કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા તે આજે ભારતીય જનતા પાર્ટી મુક્ત દક્ષિણ ભારત બની ગયા છે.
તેમણે કહ્યું કે, બીજેપી હિમાલયથી સમુદ્ર સુધી હારી રહી છે. જેઓ કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત તેનાથી આજે દક્ષિણ ભારતમાં મુક્ત થઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે બજરંગ બલી કોંગ્રેસ સાથે છે તે સ્પષ્ટ છે.
મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહ્યું કે, બીજેપીને ખબર પડી ગઈ હતી કે તેઓ કર્ણાટકમાં હારવાના છે. આ જ કારણ છે કે ટીવી પર મોદીજીની જગ્યાએ નડ્ડાજીનો ફોટો આવવા લાગ્યો છે. બીજેપીના લોકો ફરી મોદીની જગ્યાએ યોગી-યોગી કરવા લાગ્યા, બુલડોઝરની વાતો કરવા લાગ્યા છે.
સીએમ બઘેલે આગળ કહ્યું કે, છત્તીસગઢમાં બીજેપી નેતાઓને ખબર પડી કે મોદીનો જાદુ ખતમ થઈ ગયો છે તેથી પહેલા જ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અરુણ સોએ યોગી-યોગી કરવાનું શરૂ કર્યું છે. આ જીત માટે તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કર્ણાટકના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
