Karnataka Result : કર્ણાટકની જનતાએ દલબદલુઓનું શું કર્યુ? જાણો કેટલા જીત્યા?

કર્ણાટકમાં ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં વિવિધ પાર્ટીઓના નેતા પક્ષ પલટો કરતા જોવા મળ્યા હતા. હવે જ્યારે પરિણામ આવી ગયા છે ત્યારે લોકો આ નેતાઓની હાર-જીત પર નજર નાંખી રહ્યા છે. અહીં એ જાણવુ જરૂરી છે કે પક્ષ પલટો કરનારા કેટલા લોકો જીત્યા અને કેટલા હાર્યા?

ચૂંટણી પહેલા બીજેપી છોડનારા મુખ્ય નેતાઓમાં પાર્ટીના 6 વખતના ધારાસભ્ય જગદીશ શેટ્ટર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદી, એચડી થમૈયા અને કુમારસ્વામીનો સમાવેશ થાય છે. આમાંના પહેલા ત્રણ ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા અને કુમારસ્વામી ભાજપ છોડીને જેડીએસમાં જોડાયા હતા.

Karnataka Result

કોંગ્રેસે કર્ણાટકમાં પ્રચંડ જીત મેળવી છે ત્યારે ઉમેદવાર જગદીશ શેટ્ટર હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ પરથી ભાજપના મહેશ તેંગિંકાયી સામે લગભગ 35 હજાર મતોના મોટા માર્જિનથી હાર્યા છે. એચડી થમૈયા ચિકમગલુર સીટ પર બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિને 5,926 મતોથી હરાવવામાં સફળ થયા છે.

આ સિવાય અન્ય નેતાઓની વાત કરીએ તો લક્ષ્મણ સાવડીએ અથાની વિધાનસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મહેશ કુમથલ્લીને 76,122 મતોથી હરાવીને પોતાને સાબિત કર્યા છે.

કુમથલ્લી કોંગ્રેસની ટિકિટ પર છેલ્લી વખત ચૂંટણી જીત્યા હતા પરંતુ તે બાદમાં બીજેપીમાં જોડાયા હતા. તે કોંગ્રેસના એ ધારાસભ્યોમાંના એક હતા જેના પક્ષપલટાના કારણે 2019માં કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગી હતી.

જો કે કુમારસ્વામીને મુદિગેરે સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે. તે આ સીટ પર ત્રીજા નંબરે રહ્યા છે. અહીં કોંગ્રેસ નયના મોતમ્માએ બીજેપીના દીપક દોદૈયાને 722 મતોના માર્જિનથી હરાવ્યા છે. કર્ણાટકમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસને 136, ભાજપને 65, જેડીએસને 19, અપક્ષ અને અન્યને 2-2 બેઠકો મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X