For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ કોંગ્રેસ-જેડીએસના 11 ઘારાસભ્યોએ રાજીનામાં મોકલ્યું, સરકાર સંકટમાં

કર્ણાટકઃ કોંગ્રેસ-જેડીએસના 11 ઘારાસભ્યોએ રાજીનામાં મોકલ્યું, સરકાર સંકટમાં

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે. શનિવારે કોંગ્રેસના આઠ ધારાસભ્યો અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં મોકલી આપ્યાં છે. આ તમામ ધારાસભ્યોએ પોતાનાં રાજીનામાં આપી દેવા માટે સ્પીકરને મળવા પહોંચ્યા હતા, પરંતુ સ્પીકર હાલ વિધાનસભામાં ત્યાં હાજર નથી. રાજીનામું આપનાર ધારાસભ્યોમાં રમેશ જારકીહોલી, એચ વિશ્વનાથ, પ્રતાપ ગૌડા પાટિલ સામેલ છે.

કોંગ્રેસના 8 ધારાસભ્યો બાગી થયા

કોંગ્રેસના 8 ધારાસભ્યો બાગી થયા

કોંગ્રેસના વિજયનગર ધારાસભ્ય આનંદ સિંહ અને ગોકકેના ધારાસભ્ય રાજેશ જરકીહોલીએ પોતાની વિધાનસભા સભ્યતાથી પહેલા જ રાજીનામું આપી દીધું છે. જ્યારે જેડીએસમાં ગઠબંધન સરકારથી એચ વિશ્વનાથ, નારાયણ ગૌા અને કે ગોપાલૈયા અસંતુષ્ટ છે. આ ઉપરાંત કોંગ્રેસી ધારાસભ્યમા રામલિંગ રેડ્ડી, સૌમ્યા રેડ્ડી, એન મુનિરત્ના, એસટી સોમશેખર અને બૈરાઠી બસવરાજનો એક સમૂહ સ્પીકરને મળવા પહોંચ્યો.

જુલાઈમાં કોંગ્રેસની આપાત બેઠક

જુલાઈમાં કોંગ્રેસની આપાત બેઠક

ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે કર્ણાટક સરકાર પર વધેલ સંકટને જોતા તમામ ધારાસભ્યો અને નગર સેવકોની એક આપાત બેઠક બોલાવી છે અને કોંગ્રેસના આઠ નાખુશ ધારાસભ્યો અને જેડીએસના 3 અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા મોકલ્યા બાદ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકારને પાડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો કે બંને દળોએ વારંવાર કહ્યું છે કે ગઠબંધનને કોઈ ખતરો નથી અને સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

ઉપેક્ષાને પગલે મેં રાજીનામું આપ્યુંઃ રામલિંગા રેડ્ડી

ઉપેક્ષાને પગલે મેં રાજીનામું આપ્યુંઃ રામલિંગા રેડ્ડી

કોંગ્રેસના ધારાસભ્ય રામલિંગા રેડ્ડીએ કબુલ્યું કે તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને સોંપી દીધું છે. તેમણે કહ્યું કે મને મારી દીકરી (કોંગ્રેસના ધારાસભ્ય સૌમ્યા રેડ્ડી) વિશે હાલ ખબર નથી. તે સ્વતંત્ર મહિલા છે. તેમણે કહ્યું કે હું પાર્ટી અથવા હાઈકમાનમાં કોઈને દોષ નથી આપી રહ્યો. મને લાગે છે કે કેટલાક મુદ્દે મારી ઉપેક્ષા થઈ રહી છે છે. માટે મેં આ ફેસલો લીધો છે. 224 સીટવાળી કર્ણાટક વિધાનસભા પાસે 105 ધારાસભ્યો છે, બહુજન સમાજ પાર્ટીના એક ધારાસભ્ય અને એક સ્વતંત્ર ધારાસભ્ય છે. નવા રાજીનામા બાદ કુમાર સ્વામી સરકાર પાસે સત્તામાં બન્યા રહેવા માટે એટલા વિધાયક જ નથી બચતા જેટલાની તેમને જરૂર છે.

રાહુલે કાર્યકર્તાઓને પૂછ્યું, મુંબઈ ડૂબી રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા? રાહુલે કાર્યકર્તાઓને પૂછ્યું, મુંબઈ ડૂબી રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા?

English summary
karnataka's kumarasamy government can face crisis as JDS MLAs resigned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X