For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક કોંગ્રેસ શાસિત 14મું રાજ્ય બનશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 મે : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013ના પરિણામો સ્પષ્ટ થઇ રહ્યા છે. રાજ્યમાં નિશ્ચિત રીતે કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર બનવા જઇ રહી છે અને ભાજપના હાથમાંથી કર્ણાટક છીનવાઇ ગયું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ તથા અન્ય પક્ષોના શાસનમાં કયા રાજ્યો છે તે અંગેની વિગતો જાણવી રસપ્રદ થઇ રહેશે.

દેશના કુલ 28 રાજ્યોમાંથી કર્ણાટકમાં સત્તા મળવાની સાથે કોંગ્રેસ શાસિત રાજ્યોની યાદીમાં એક આંકડાનો ઉમેરો થઇને કુલ 14 રાજ્યો બનશે. જ્યારે ભાજપની યાદીમાંથી એક રાજ્ય ઘટીને હવે કુલ ચાર રાજ્યોમાં ભાજપનું શાસન રહેશે. સીપીઆઇ(એમ) શાસિત એક રાજ્ય છે. આમ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું વર્ચસ્વ વધારે પ્રબળ બન્યું છે જેની અસર આગામી લોકસભા ચૂંટણી પર પડી શકે છે.

દેશના 28 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના શાસક પક્ષ અને મુખ્યમંત્રીના નામ સાથે અહીં યાદી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર, કેરળ, બિહાર, જમ્મુ અને કાશ્મીરમાં સરકારને ગઠબંધન પક્ષોના આધાર પ્રાપ્ત છે.

india-map

કોંગ્રેસ શાસિત રાજ્ય / UT.:
1. આંધ્ર પ્રદેશ (એન કિરણ કુમાર રેડ્ડી)
2. અરુણાચલ પ્રદેશ (નાબમ તુકી)
3. આસામ (તરૂણ ગોગોઇ)
4. દિલ્હી (શીલા દિક્ષિત)
5. હરિયાણા (ભૂમિન્દર સિંહ હૂડા)
6. હિમાચલ પ્રદેશ (વીરભદ્ર સિંહ)
7. કેરલ (ઓમન ચાંડી)
8. મહારાષ્ટ્ર (પૃથ્વીરાજ ચૌહાણ)
9. મણિપુર (ઓક્રમ ઇબોબી સિંહ)
10. મેઘાલય (મુકુલ સંગમા)
11. મિઝોરમ (પુ લાલથાનહાવ્લા)
12. રાજસ્થાન (અશોક ગેહલોત)
13. ઉત્તરાખંડ (વિજય બહુગુણા)
14. કર્ણાટક (કોંગ્રેસ શાસનની શક્યતા)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) શાસિત રાજ્ય / UT.:
1. છત્તીસગઢ (રમન સિંહ)
2. ગોવા (મનોહર પારિકર)
3. ગુજરાત (નરેન્દ્ર મોદી)
4. મધ્ય પ્રદેશ (શિવરાજ સિંહ ચૌહાણ)

સીપીઆઇ (એમ) શાસિત રાજ્ય:
1. ત્રિપુરા (માઇક સરકાર)

પ્રાદેશિક પક્ષો દ્વારા શાસિત રાજ્યો / UT:
1. બિહાર (નિતીશ કુમાર), જનતા દળ યુનાઇટેડ (સાથે બીજેપી)
2. જમ્મુ અને કાશ્મીર (ઓમર અબ્દુલ્લા) નેશનલ કોન્ફરન્સ (સાથે કોંગ્રેસ)
3. પંજાબ (પ્રકાશ સિંઘ બાદલ), શિરોમણી અકાલી દળ (સાથે ભાજપ)
4. નાગાલેન્ડ (નૈફિયુ રીઓ) નાગા પીપલ્સ ફ્રન્ટ
5. સિક્કિમ (પવન કુમાર ચામલિંગ) સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ
6. તમિલનાડુ (જયલલિતા) AIADMK
7. ઉત્તર પ્રદેશ (અખિલેશ યાદવ) સમાજવાદી પાર્ટી
8. ઓરિસ્સા (નવીન પટનાયક) બીજુ જનતા દળ
9 પશ્ચિમ બંગાળ (મમતા બેનરજી) ત્રિણમુલ કોંગ્રેસ
10. પુડુચેરી (એન રંગાસ્વામી) ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ

રાષ્ટપતિ શાસિત રાજ્ય:
1. ઝારખંડ (ગવર્નર સૈયદ અહમદ)

English summary
Karnataka to become the 14th state ruled by Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X