For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક વિધાનસભામાં ફરજ પર એડલ્ટ ફિલ્મ જોતાં સરકારી કર્મચારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ઓગષ્ટ: કર્ણાટક વિધાનસભાના કર્મચારીઓનો ધ્યેયમંત્ર છે, સરકારનું કામ ભગવાનું કામ, કારણ કે સરકારનું કામ એટલે કે જનતા માટે કામ. ધ્યેયમંત્રથી કર્ણાટક વિધાનસભાના કર્મચારીઓનું લક્ષ્ય અને તેમના ઉદેશ્યને સરળતાથી સમજી શકાયો છે, પરંતુ તેમનો ધ્યેય ફક્ત વાતો માટે છે તેમના કામ પર લાગૂ થતો નથી.

જો કે સીબીઆઇના રિપોર્ટે જે ખુલાસો કર્યો છે ત્યારબાદ કર્ણાટક વિધાનસભાના આ કર્મચારીઓના કામ તમને શરમ આવશે. પોતાના કામને ભગવાનના કામો સાથે તુલના કરનાર આ સરકારી કર્મચારી પોતાની ઓફિસમાં જનતાનું કામ કરવાના બદલે અશ્લીલ ફિલ્મો અને પોર્ન સાઇટ જુવે છે.

અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર કર્ણાટક વિધાનસભાના સરકારી કર્મચારી પોતાની ફરજના સમયે ઓફિસમાં પોર્ન સાઇટોને જોવામાં અવલ્લ છે.

સીબીઆઇનો રિપોર્ટ

સીબીઆઇનો રિપોર્ટ

સીબીઆઇના એક રિપોર્ટ અનુસાર સરકારી કર્મચારી ખાસ કરીને વિધાનસભામાં કામ કરનાર કર્મચારી ઓફિસના સમયે પોર્ન વેબસાઇટ જુવે છે. સીબીઆઇએ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે સીઆઇડીને એક રિપોર્ટ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટકના વહિવટી અધિકારી પોતાના ઓફિસ સમયમાં પોર્ન વીડિયો જુવે છે.

સીબીઆઇની નજર

સીબીઆઇની નજર

સીબીઆઇએ આ જાણકારી સરકારી ઓફિસોમાં ઇન્ટરનેટ ગતિવિધિઓ પર મોનીટરીંગ દરમિયાન મળી હતી. આતંકી ગતિવિધિઓને લઇને કેટલાક વર્ષોથી સીબીઆઇ સરકારી ઓફિસોના ઇન્ટરનેટ પર નજર રાખતી હતી. આ દરમિયાન તેમને આ જાણકારી પ્રાપ્ત થઇ હતી. જે મુજબ કર્ણાટક વિધાનસભાના કર્મચારી પોતાના કામના સમયમાં પોર્ન સાઇટ જુવે છે.

CIDએ ન કરી કોઇ કાર્યવાહી

CIDએ ન કરી કોઇ કાર્યવાહી

સીબીઆઇ ઓફિસરે કહ્યું હતું કે કર્ણાટક સરકારના બધા સર્વર નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સર્વર સાથે જોડાયેલા છે. સરકારના બધા વિભાગ તેમની રડાર પર છે. સીબીઆઇ પોર્ન સામગ્રીના સંબંધમાં સીઆઇડીના સાઇબર ક્રાઇમ સેલને માહિતગાર કરાવતી રહી છે, પરંતુ તેમની જાણકરીમાં અત્યાર કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ સીઆઇડીએ સીબીઆઇએ આ રિપોર્ટ મળ્યાની પુષ્ટિ કરી છે, પરંતુ અત્યાર સુધી આના પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

શું છે કાયદો

શું છે કાયદો

આઇ-ટી એક્ટની જોગવાઇ અનુસાર પબ્લિક કે ઓફિશિયલ સર્વર પરથી પોર્ન સામગ્રી જોવી અનુશાસનહીનતાના અંતગર્ત આવે છે. જો કોઇ સરકારી કર્મચારી આવું કરે છે તો તેના માટે સજાની જોગવાઇ પણ છે. કાયદા મુજબ જો સરકારી કર્મચારી કામના સમયે ઓફિસમાં પોર્ન સાઇટ જુવે છે તો પહેલીવારમાં તેને 1 થી 5 વર્ષની સજા અને 1 લાખ સુધીનો દંડ થઇ શકે છે તે બીજી આ પ્રકારની ભૂલ કરતા પકડાઇ છે તો 10 વર્ષની સજા અને 2 લાખ સુધી દંડ ભરવો પડે છે.

શું કહે છે અધિકાર

શું કહે છે અધિકાર

ઇ-ગર્વનેંસના મુખ્ય કાર્યકારી અધિકારી ડી એસ રવિંદ્રન જણાવે છે કે ઑફિશિયલ સર્વરનો દુરૂપયોગ રોકવા માટે તેમને નિતિઓ બનાવી છે પરંતુ તે બધા સરકારી કર્મચારી પાસે જવાબદારીની અપેક્ષા પણ કરે છે. તે બધા આપત્તિજનક સામગ્રીને ફિલ્ટર અને ફાયરવોલના માધ્યમથી બ્લોક કરવાનો પ્રયત્ન કરશે.

English summary
A secret report of CBI dossier says that Karnataka Vidhan Sabha staff viewing porn on official computers during office hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X