ગઠબંધન પર ચર્ચા માટે વરિષ્ઠ નેતાઓને મળવા પહોંચ્યા ખડગે
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષના રૂપમાં ઉભરીને સામે આવ્યુ છે. એવામાં આ પરિણામો બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે અને પક્ષે અન્ય વિકલ્પો પર મંથન કરવાનું શરૂ કરી દીધુ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષના રૂપમાં ઉભરીને સામે આવ્યુ છે. એવામાં આ પરિણામો બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે અને પક્ષે અન્ય વિકલ્પો પર મંથન કરવાનું શરૂ કરી દીધુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે ચૂંટણી પરિણામોની ખરી સ્થિતિ 11-11.20 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ખડગેએ કહ્યુ કે હું સહયોગી દળો સાથે ગઠબંધન વિશે વાત કરવા માટે ગુલામનબી આઝાદ અને અશોક ગેહલોત સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છે.

કર્ણાટકમાં ભાજપના સૌથી મોટો પક્ષ બન્યા બાદ જેડીએસની ભૂમિકા ઘણી મહત્વની બની ગઈ છે. એવામાં કોંગ્રેસ એ કોશિશમાં લાગેલી છે કે તે જેડીએસ સાથે ગઠબંધન કરે. જો કે હજુ સુધી આ વિશે બંને પાર્ટીઓ તરફથી કોઈ નિવેદન આવ્યા નથી. જો કે, અશોક ગેહલોતે કહ્યુ છે કે તેમના માટે બધા વિકલ્પ ખુલ્લા છે. તેઓ પરિણામો આવ્યા બાદ આ વિકલ્પો પર ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચૂંટણી પરિણામ આવતા પહેલા જ કહ્યુ હતુ કે તે મુખ્યમંત્રી પદ કોઈ દલિત ઉમેદવાર માટે છોડવા તૈયાર છે. ચૂંટણીના અંતિમ પરિણામો આવ્યા બાદ જ એ સ્થિતિ સ્પષ્ટ થશે કે ભાજપ અને કોંગ્રેસમાંથી કઈ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવે છે. ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર સતત ચાલુ છે અને બંને પક્ષો થોડીક સીટોથી આગળ-પાછળ ચાલી રહ્યા છે. વળી, શરૂઆતના પરિણામો બાદ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે જેડીએસ સાથે ગઠબંધન પર બધા વિકલ્પ ખુલ્લા હોવાનું કહ્યુ છે. અમે પૂર્ણ પરિણામો આવવાની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
