For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#KarnatakaFloorTest: યેદિયુરપ્પાએ કર્યો જીતનો દાવો, 'અમારી પાસે 105 ધારાસભ્ય'

ભાજપા પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે વિધાનસભા પહોંચીને મીડિયાને કહ્યુ કે અમને 101 ટકા વિશ્વાસ છે કે તે 100થી ઓછા છે અને અમારી પાસે 105 ધારાસભ્યો છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના રાજકારણ માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે કારણકે રાજ્યની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારે આજે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનુ છે એવામાં જો સીએમ એચડી કુમારસ્વામી વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત ન કરી શક્યા તો રાજ્યની વર્તમાન સરકાર પડી શકે છે. જો કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન ફ્લોર ટેસ્ટમાં પાસ થવાનો દાવો કરી રહ્યુ છે. તેમનુ કહેવુ છે કે તેમની પાસે બહુમતનો આંકડો છે એટલા માટે તેમને સરકાર બચાવવાનો સંપૂર્ણપણે વિશ્વાસ છે.

BS Yeddyurappa

આ દરમિયાન ભાજપા પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે વિધાનસભા પહોંચીને મીડિયાને કહ્યુ કે અમને 101 ટકા વિશ્વાસ છે કે તે 100થી ઓછા છે અને અમારી પાસે 105 ધારાસભ્યો છે. એમાં કોઈ શંકા નથી કે તેની હાર નક્કી છે. થોડી વારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

કર્ણાટક વિધાનસભાનું ગણિત

કર્ણાટકની 225 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન સરકારના પક્ષમાં 118 ધારાસભ્યો હતા. આ સંખ્યા બહુમત માટે જરૂરી 113થી પાંચ વધુ હતી. આમાં કોંગ્રેસના 79 ધારાસભ્યો (વિધાનસભા અધ્યક્ષ સહિત), જેડીએસના 37 અને ત્રણ અન્ય ધારાસભ્ય શામેલ રહ્યા છે. ત્રણ અન્ય ધારાસભ્યોમાં એક બહુજન સમાજ પાર્ટી (બસપા), એક કર્ણાટક પ્રગ્ન્યવંથા જનતા પાર્ટી (કેપીજેપી) અને એક અપક્ષ ધારાસભ્ય છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પાસે 105 ધારાસભ્યો છે.

આ પણ વાંચોઃ Rain Alert: દેશના આ 5 રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીઆ પણ વાંચોઃ Rain Alert: દેશના આ 5 રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

English summary
BS Yeddyurappa said We are 101 per cent confident. They are less than 100, we are 105.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X