For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કરતારપુર કોરિડોરનું મહત્વ અને કેમ શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કરે છે દર્શન

જાણો, અહીં શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કેમ દર્શન કરે છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સરકારે ગુરુવારે એલાન કરી દીધું કે તેઓ પંજાબના ગુરુદાસપુર સ્થિત કરતારપુર કોરિડોરનું આંતરરાષ્ટ્રી બોર્ડર સુધી નિર્માણ કરશે. પાકિસ્તાનની આ ફેસલાની સાથે જ હવે પાકિસ્તાને ફેસલો લેવાનો છે. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં છે જે પંજાબમાં આવે છે. આ જગ્યા લાહોરથી 120 કિમીના અંતરે છે. જ્યાં આવેલ ગુરુદ્વારામાં 22 સપ્ટેમ્બર 1539ના રોજ ગુરુનાનક દેવજીએ આખરી શ્વાસ લીધો હતો. જાણો, આખરે શું છે સિખ સમુદાય માટે કરતારપુર સાહિબનું મહત્વ અને કેમ તે બંને દેશો વચ્ચે હાલ રાજનીતિનો મદ્દો બની ગયું છે.

શું છે કરતારપુર સાહિબ

શું છે કરતારપુર સાહિબ

કરતારપુર કોરિડોર સિખો માટે સૌથી પવિત્ર જગ્યા છે. કરતારપુર સાહિબ સિખોના પ્રથમ ગુરુ, ગુરુનાનક દેવજીનું નિવાસ સ્થાન છે અને અહીં પર જ તેમનું નિધન થયું હતું. બાદમાં એમની યાદમાં અહીં એક ગુરુદ્વારા પણ બનાવવામાં આવ્યું. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવે છે. આ જગ્યા લાહોરથી 120 કિમીના અંતરે આવેલી છે. ગુરુનાનક દેવે આ જગ્યા પર પોતાની જિંદગીના 18 વર્ષ વિતાવ્યાં હતાં.

શ્રદ્ધાળુઓ દૂરબીનથી કરી શકે છે દર્શન

શ્રદ્ધાળુઓ દૂરબીનથી કરી શકે છે દર્શન

માત્ર ત્રણ કિમીના અંતરે આવેલ આ સ્થળ શ્રાઈન રાવી નદીની નજીક આવેલ છે અને ડેરા સાહિબ રેલવે સ્ટેશનથી આ પવિત્ર સ્થળ 4 કિમીના અંતરે આવેલ છે. શ્રાઈન ભારત તરફથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. શ્રાઈનની આજુબાજુમાં ઘાંસ એકઠું ન થાય અને સમયાંતરે તેની કાપણી-લણણી વગરેની દેખરેખ પાકિસ્તાની ઑથોરિટીઝ રાખે છે. ભારતમાં વસેલા શ્રદ્ધાળુઓ બોર્ડર પરથી દૂરબીનની મદદી દર્શન કરી શકે છે. મે 2017માં અમેરિકા સ્થિત એક એનજીઓ ઈકોસિખે શ્રાઈનની આજુબાજુ 100 એકર જમીનમાં જંગલનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.

પટિયાલાના મહારાજે રકમ આપી

પટિયાલાના મહારાજે રકમ આપી

જે-તે સમયે ગુરુદ્વારાની વર્તમાન બિલ્ડિંગ બનાવામાં 1,35,600 રૂપિયામાં તૈયાર થઈ હતી. આ રકમને પટિયાલાના મહારાજ સરદાર ભૂપિંદર સિંહે દાન આપી હતી. બાદમાં 1995માં પાકિસ્તાની સરકારે આ બિલ્ડિંગનું સમારકામ કરાવ્યું હતું અને વર્ષ 2004માં આ કામ પૂરું થઈ શખ્યું. જોકે તેની બાજુમાં આવેલ રાવી નદી આ બિલ્ડિંગની દેખરેખ માટે કેટલીય મુશ્કેલીઓ પેદા કરે છે. વર્ષ 2000માં પાકિસ્તાને ભારતથી આવતા સિખ શ્રદ્ધાળુઓને બોર્ડર પર એક પુલ બનાવીને વીજા ફ્રી એન્ટ્રી આપવાનો ફેસલો કર્યો હતો. વર્ષ 2017માં ભારતની સંસદીય સમિતિએ કહ્યું કે સંબંધો એ હદી બગડી ગયા કે કોરિડોર સંભવ નથી.

ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પર ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પર

English summary
Kartarpur sahib corridor: Know why the holy shrine is so important for Sikh community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X