કરુણાનિધિનું એલાન, મારા બાદ સ્ટાલિન સંભાળશે કમાન

ચેન્નાઇમાં એક કાર્યક્રમમાં 88 વર્ષના કરુણાનિધિએ કહ્યું કે તેઓ છેલ્લા શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરતા રહેશે. મારા બાદ કોણ ડીએમકેની કમાન સંભાળશે તો એ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે મારો પુત્ર સ્ટાલિન મારી બાજુમાં જ બેઠો છે.
કરૂણાનિધિના પુત્ર એમ કે અલાગિરી અને એમ કે સ્ટાલિન પોતાના પિતાની વિરાસત સંભાળવા માટે લડતા રહ્યા છે. નાના ભાઇ સ્ટાલિન તમિલનાડુમાં પાર્ટીનું કામ સંભાળે છે, જ્યારે મોડે મોડે પણ રાજનીતિમાં આવેલા મોટા ભાઇ અલાગિરી કેન્દ્રમાં મંત્રી છે.












Click it and Unblock the Notifications
