For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમારા પર લાઠીચાર્જ કર્યો પરંતુ આતંકીની ધરપકડ ના કરી...', રાહુલ ભટની હત્યા પર ઘાટીમાં કાશ્મીરી પંડિતોનો વિરોધ

રાહુલ ભટની હત્યાના વિરોધમાં કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓ સાથે તેમના પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કર્યા બાદ તણાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પ્રશાસને બડગામ જિલ્લામાં મહેસૂલ વિભાગના એક કર્મચારી રાહુલ ભટની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ દળ(એસઆઈટી)ની રચના કરી. પીડિત કાશ્મીરી પંડિત રાહુલ ભટને ગુરુવારે(12 મે)ના રોજ આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. બાદમાં તેણે દમ તોડી દીધો. બડગામ જિલ્લાના ચદૂરા કાર્યાલયના કર્મચારી રાહુલ ભટની હત્યાના વિરોધમાં કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓ સાથે તેમના પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કર્યા બાદ તણાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ ગઈ છે.

'જનતા પર લાઠી ચાર્જ અને આતંકવાદીની ધરપકડ અત્યાર સુધી નથી થઈ...?'

'જનતા પર લાઠી ચાર્જ અને આતંકવાદીની ધરપકડ અત્યાર સુધી નથી થઈ...?'

પ્રદર્શનકારી અપર્ણા પંડિતે એએનઆઈ સાથે વાત કરીને સવાલ કર્યો અને કહ્યુ, 'જો પ્રશાસન જનતા સામે લાઠીચાર્જ અને અશ્રુ ગેસનો ઉપયોગ કરી શકે છે તો શું તે કાલે આતંકવાદીની ધરપકડ નહોતા કરી શકતા?' પ્રદર્શનકારી લોકોએ પોતાની સાથે હાથમાં બોર્ડ પણ લીધેલા છે જેના પર લખ્યુ છે કે તે પોતાના બાળકોને ચૂપ રહીને બધુ સહન કરવા માટે ક્યારેય નહિ કહે.

કાશ્મીરી પંડિત બોલ્યા - અમે ઘાટીમાં સુરક્ષિત નથી અનુભવતા

કાશ્મીરી પંડિત બોલ્યા - અમે ઘાટીમાં સુરક્ષિત નથી અનુભવતા

રાહુલ ભટ્ટના મૃત્યુ બાદ કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. શુક્રવારે (13 મે)ના રોજ કાશ્મીર ખીણમાં 350થી વધુ સરકારી કર્મચારીઓ, તમામ કાશ્મીરી પંડિતોએ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને તેમના રાજીનામા સુપરત કર્યા છે. કર્મચારીઓએ દાવો કર્યો હતો કે તેઓ ઘાટીમાં સુરક્ષિત અનુભવતા નથી. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું, 'હિંસાનો સહારો લેનાર અને પ્રશાસનના શાંતિના અનુરોધોની ઉપેક્ષા કરનાર પ્રદર્શનકારીઓની સુરક્ષાને જોતા અને રાષ્ટ્રવિરોધી તત્વો(એએનઈ)ના ખરાબ મનસુબાઓને નિષ્ફળ કરવા માટે પોલિસને છેવટે તેમને વેરવિખેર કરવા માટે અશ્રુ ગેસના ગોળા છોડવા પડ્યા.'

કાશ્મીર પંડિત રાહુલ ભટની હત્યાની તપાસ કરશે એસઆઈટી

કાશ્મીર પંડિત રાહુલ ભટની હત્યાની તપાસ કરશે એસઆઈટી

પોલિસે જણાવ્યુ કે વિરોધીઓ ફરીથી વિરોધ કરવા શેખપોરા રોડ પર એકઠા થયા હતા અને મુખ્ય માર્ગને અવરોધિત કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર સરકારે કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યાની તપાસ માટે એક SITની પણ રચના કરી હતી, જેમને બે દિવસ પહેલા આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન રાહુલ ભટની પત્નીને જમ્મુમાં સરકારી નોકરી આપશે અને તેમના પરિવારને આર્થિક મદદ કરશે.

English summary
Kashmiri Pandits protest against Rahul Bhat in Jammu Kashmir Budgam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X