For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં રહેતી કાશ્મીરી વિદ્યાર્થિનીએ કહ્યું, હવે મારી જમીન વેચી શકીશ

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટવાથી સ્થિતિ બદલાઈ રહી છે. ગુજરાતમાં રહેલી એક કાશ્મીરી યુવતીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હવે હું મારી જમીન સારા ભાવે વેચી શકીશ.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટવાથી સ્થિતિ બદલાઈ રહી છે. ગુજરાતમાં રહેલી એક કાશ્મીરી યુવતીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હવે હું મારી જમીન સારા ભાવે વેચી શકીશ. પહેલા બહારના લોકો જમીન નહોતા ખરીદી શક્તા, પરંતુ હવે કોઈ મર્યાદા નથી. કાશ્મીરની આ યુવતીનું નામ છે મૃદુલા શર્મા, તે ગુજરાતના યુવક સાથે લગ્ન કરીને સુરતમાં વસી છે.

સુરતના યુવક સાથે લગ્ન કરી, અહીં જ રહી

સુરતના યુવક સાથે લગ્ન કરી, અહીં જ રહી

ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370ના કારણે કાશ્મીરી યુવતીઓ જો અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેમનું જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ જતું રહેતું હતું. એટલે સુરતમાં રહેતી મૃદુલાએ કહ્યું કે બીજા રાજ્યના લોકો હવે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શક્શે. ત્યારે હું મારી જમીન વેચવા ઈચ્છું છું. હવે જમીનનો સારો ભાવ પણ મળશે.

370ના કારણે નહોતી વેચી શક્તી પોતાની જમીન

370ના કારણે નહોતી વેચી શક્તી પોતાની જમીન

મૃદુલાના કહેવા પ્રમાણે,'માતા-પિતા અને ભાઈ હજી પણ કાશ્મીરમાં જ રહે છે. આર્ટિકલ 370ના કારણે અત્યાર સુધી એવું હતું કે તમારી જમીન તમે કાશ્મીરી સિવાયના વ્યક્તિને ન વેચી શકો, એટલે મારી જમીન ખાલી હતી. પણ હવે મુશ્કેલી જતી રહી છે.'

રાજસ્થાનથી પત્રકારત્વનો કર્યો અભ્યાસ

રાજસ્થાનથી પત્રકારત્વનો કર્યો અભ્યાસ

મૃદુલાએ રાજસ્થાનમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે સુરતના રોનક વર્મા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તે સુરતમાં જ રહે છે. હાલ તે સુરતમાં ફોટોગ્રાફીનું કામ કરે છે.

પેરેન્ટ્સ સાથે વાત કરી, તેઓ રેડી છે

પેરેન્ટ્સ સાથે વાત કરી, તેઓ રેડી છે

મૃદુલાનું કહેવું છે કે,'સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલી જમીન ખરીદવાની વાતો પર મેં ધ્યાન આપ્યું. બાદમાં માતા પિતા સાથે પણ વાત કરી. જમ્મુ કાશમીરમાં જમીન મરલામાં માપવામાં આવે છે. એક મરલા બરાબર 270 સ્ક્વેર ફૂટ થાય છે. જેની કિંમત લગભગ 4થી 5 લાખ હોય છે.'

પંચેરીમાં 100 મરલા જમીન

પંચેરીમાં 100 મરલા જમીન

'હવે ભાવ વધશે. મારી પાસે કાશ્મીરના ઉધમપુર પંચેરીમાં 100 મરલા એટલે કે કરોડોની જમીન છે. પંચેરી એક હિલ સ્ટેશન છે, જ્યાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ખૂબ બરફ પડે છે. બાકીના 5 મહિના વાતાવરણ સુંદર હોય છે.'

આર્મીનો બેઝ કેમ્પ પણ છે

આર્મીનો બેઝ કેમ્પ પણ છે

'અમારી જમીન ફળદ્રૂપ છે, જે જમ્મુ થી 90 કિલોમીટર દૂર અને ઉધમપુરથી 40 કિલોમીટર દૂર છે. આ વિસ્તારની ખાસ વાત એ છે કે અહીં આર્મી બેઝ કેમ્પ છે. જે સુરક્ષા માટે મહત્વનું છે.'

English summary
Kashmiri student living in Gujarat said, "Now I can sell my land
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X