પાકિસ્તાનની જીત પર કાશ્મીરમાં ફૂટ્યાં ફટાકડા, અને થઇ નારેબાજી

Posted By:
Subscribe to Oneindia News

ચેમ્પિયન ટ્રોફી 2017ના પહેલા સેમીફાઇનલમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. તેવું પહેલી વાર થયું હતું કે તે આ હરિફાઇમાં સેમીફાઇનલ સુધી પહોંચ્યું હોય. જો કે આ જીતના કારણે પાકિસ્તાને તો ખુશી વ્યક્ત કરી જ હતી પણ સાથે સાથે પાકિસ્તાનની આ જીતથી કાશ્મીરમાં પણ ફટાકડા ફૂટવા લાગ્યા હતા. આજ તકની ખબર મુજબ બુધવારે રમવામાં આવેલી આ મેચમાં જેવી જ પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હાઝિફે વિનિંગ શોર્ટ લગાવ્યો દક્ષિણ કાશ્મીરના કેટલાક યુવકો રસ્તા પણ નીકળી ખુશીથી નાચવા લાગ્યા અને કાશ્મીરની આઝાદીના સમર્થનમાં નારેબાજી કરવા લાગ્યા.

pakistan

તો શોપિયાં જિલ્લાના ચિલિપોર સુગન ક્ષેત્રમાં પણ આતંકીઓએ હવામાં ગોળીબારી કરીને પાકિસ્તાનની જીતની ખુશી અને પાકિસ્તાન જીતેગાની નારેબાજી કરી હતી. એટલું જ નહીં અલગાવવાદી નેતા મીરવાઇઝ ઉમર ફાઉકે પણ પાકિસ્તાનની જીત પર ટ્વિટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને બુધવારે પહેલી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને આઠ વિકટોથી હરાવીને ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. હવે આ ટ્રોફીની ફાઇનલ મેચ રવિવારે રમાશે.

English summary
Local sources said that Kashmiri youth burst firecrackers to celebrate the Pakistan cricket team at around 10:30 pm last night.
Please Wait while comments are loading...