For Daily Alerts
પ્રેગનેટ 'કેટરીના'ની હાલત ગંભીર, કિડની અને લીવરમાં ઇન્ફેકશન
ભોપાલ, 11 ઑક્ટોબર: કેટરીના ઇન્ફેકશન સામે ઝઝૂમી રહી છે તેની કિડની અને લીવરમાં ભારે સંક્રમણ છે. તેને ત્રણ દિવસોથી કશું જ ખાધું નથી અને ડોક્ટરોએ તેની હાલતને નાજુક કહી છે. અમે અભિનેત્રી કેટરીનાની નહી પરંતુ ભોપાલના વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેનારી માદા ચિત્તાની વાત કરીએ છીએ. ગત છેલ્લાં ત્રણ દિવસોથી તેની તબિયત ખરાબ છે. ચિંતાની એ વાત છે કે હાલમાં તે ગર્ભવતી છે. આ માદા ચિત્તાને જાન્યુઆરી 2010માં ઘાયલ અવસ્થામાં આષ્ટા સર્કલના વનમાંથી લાવવામાં આવી હતી.
ડોક્ટરોની ટીમ દ્રારા સ્વાસ્થ્ય પરીક્ષણ દરમિયાન કેટરીનામાં બેબેસિયા પ્રોટોજોઅન ઇન્ફેકશન રોગના લક્ષણ મળી આવ્યાં છે. તો બીજી તરફ કેટરીનાને કિડની અને લીવરમાં સંક્રમણ છે જે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આ સિવાય કેટરીનાના આંતરિક અંગોની કાર્યપ્રણાલીમાં નબળાઇ જોવા મળી છે. લીવર અને કિડનીમાં સંક્રમણના કારણે કેટરિના ત્રણ દિવસોથી કંઇ ખાતી-પીતી નથી.
પશુ ચિકિત્સા સેવાના સહયોગની પાંચ લોકોની ટીમ દ્રારા સારવાર કરવામાં આવે છે. તેને ગ્લૂકોઝ સલાઇન આપવામાં આવે છે. ડોક્ટરોનું કહેવું છે કે આવા સમયે કેટરીનાની તબિયતમાં સુધારો ન થાય તો તેના બાળકના જીવને પણ ખતરો ઉભો થઇ શકે છે. ડોક્ટરોની એક ટીમ સતત કેટરીનાની તપાસ કરી રહી છે.