
કેજરીવાલ સરકારે વધાર્યો મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર, જાણો કેટલો થયો વધારો
કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હીમાં મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર વધારવા માટે લાવેલું બિલ દિલ્હી વિધાનસભામાં પાસ થઈ ગયું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ જાણકારી આપી છે.

12થી 30 હજારની સેલેરી
દિલ્હી વિધાનસભામાં સ્પીકર, મંત્રીઓ, ધારાસભ્યો અને વિપક્ષના નેતાનો પગાર વધારવાનું બિલ વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ અંગે માહિતી આપતા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી ધારાસભ્યોનો પગાર માત્ર 12 હજાર રૂપિયા હતો, જે હવે વધારીને 30 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે.

90 હજાર થયો પગાર
પગારની સાથે ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભથ્થાંમાં વધારા સાથે હવે કુલ પગાર રૂ. 90,000 થયો છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ભથ્થાં સહિત કુલ પગાર હવે વધારીને 90,000 રૂપિયા કરવામાં આવ્યો છે.

કેન્દ્રની મંજૂરી બાકી
જો કે, તે કેન્દ્ર દ્વારા પસાર થવાનું બાકી છે. સિસોદિયાએ કહ્યું હતું કે "કેન્દ્ર સરકારને કેટલાક વાંધા હતા અને તેમણે કેટલાક સૂચનો આપ્યા હતા. અમે સૂચનો સ્વીકારીને પાસ કર્યા છે. અમને આશા છે કે કેન્દ્ર સરકાર તેને પસાર કરશે."