For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chhath Puja 2022: દિલ્લીમાં 1100 જગ્યાએ થશે છઠ પૂજાનુ આયોજન, કેજરીવાલ સરકારનુ એલાન

દિલ્લીની કેજરીવાલ સરકારે રાજધાનીમાં 1100 જગ્યાએ છઠ પૂજાનુ આયોજન કરવાનુ એલાન કરીને મોટી ભેટ આપી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની કેજરીવાલ સરકારે રાજધાનીમાં 1100 જગ્યાએ છઠ પૂજાનુ આયોજન કરવાનુ એલાન કરીને મોટી ભેટ આપી છે. આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી. તેમણે કહ્યુ કે કોવિડનો પ્રકોપ ચોક્કસપણે ઓછો થયો છે પરંતુ તે સમાપ્ત થયો નથી. તેથી દરેક વ્યક્તિએ આ પૂજામાં કોવિડની માર્ગદર્શિકાનુ પાલન કરવુ જરૂરી છે. સીએમ કેજરવાલે કહ્યુ કે આપણે બધા 30 અને 31 ઓક્ટોબરના રોજ યોજાનારી છઠ પૂજામાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લઈશુ અને સહુની સુખાકારી માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીશુ.

kejriwal

તેમણે કહ્યુ કે અગાઉ દિલ્લીમાં છઠ પૂજાનુ આયોજન ખૂબ જ નાના પાયે કરવામાં આવતુ હતુ પરંતુ જ્યારથી દિલ્લીમાં અમારી સરકાર બની છે, અમે તેને મોટા પાયે ઉજવીએ છીએ. જો કે આપણે કોરોનાના પ્રકોપને કારણે બે વર્ષથી છઠની ઉજવણી કરી શક્યા ન હતા પરંતુ આ વખતે આપણે બધા સાથે મળીને આ તહેવાર પ્રેમ અને વિશ્વાસ સાથે ઉજવીશુ. જો કે, આ દરમિયાન તેમણે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યુ કે વર્ષ 2014માં દિલ્લી સરકાર માત્ર 69 સ્થળોએ છઠ પૂજાનુ આયોજન કરતી હતી. જેમાં માત્ર 2.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે અમે 1100 સ્થળોએ છઠનો તહેવાર ઉજવીશુ અને 25 કરોડનો ખર્ચ થશે.

સીએમ કેજરીવાલે વધુમાં ઉમેર્યુ કે આ કાર્યક્રમમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે અને દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાનુ ફરજિયાત રહેશે. તેમણે કહ્યુ કે વીજળી, પાણી, શૌચાલય અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોક આસ્થાનો મહાન તહેવાર છઠ ચાર દિવસ સુધી ચાલે છે. આ વખતે આ પવિત્ર તહેવારની શરૂઆત 28 ઓક્ટોબર 2022 થી 31 ઓક્ટોબર 2022 સુધી થશે.

28 ઑક્ટોબર 2022: નહાય ખાય
29 ઑક્ટોબર 2022: ખરના
30 ઑક્ટોબર 2022: ડૂબતા સૂર્યને અર્ધ્ય(પ્રથમ)
31 ઑક્ટોબર 2022: ઉગતા સૂર્યને અર્ધ્ય(બીજા)

તમને જણાવી દઈએ કે સંતાનના સુખ અને લાંબા આયુષ્ય માટે રખાતા છઠનો તહેવાર બિહાર, યુપીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ એકમાત્ર એવી પૂજા છે જેમાં અસ્ત થતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. અસ્ત થતો સૂર્ય મનુષ્યને શાંતિ આપે છે જ્યારે ઉગતો સૂર્ય નવી વિચારસરણી અને નવી દિશા વિશે જણાવે છે.

English summary
Kejriwal Government will organize Chhath Puja at 1100 places in Delhi. read Details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X