For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનૂ સૂદ અને CM કેજરીવાલની થઈ મુલાકાત, આપના 'મેન્ટોર મિશન'ના બ્રાંડ એમ્બેસેડર બન્યા અભિનેતા

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અભિનેતા સોનૂ સૂદ આજે શુક્રવાર(27 ઓગસ્ટ) મુલાકાત થઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અભિનેતા સોનૂ સૂદ આજે શુક્રવાર(27 ઓગસ્ટ) મુલાકાત થઈ. આમ આદમી પાર્ટી(આપ)ના દેશના મેન્ટર્સ કાર્યક્રમના સોનૂ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. સીએમ કેજરીવાલ અને સોનૂ સૂદની આ મુલાકાત મુખ્યમંત્રી દિલ્લીના આવાસ પર થઈ છે. આ દરમિયાન તેમની સાથે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. આ બેઠકબાદ સોનૂ સૂદ અને સીએમ કેજરીવાલે એક જોઈન્ટ પ્રેસ કૉન્ફરન્સ પણ કરી. જેમાં માહિતી આપવામાં આવી છે કે સોનૂ સૂદ દેશના મેન્ટર્સ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયા છે.

બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયા સોનૂ સૂદઃ કેજરીવાલ

બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયા સોનૂ સૂદઃ કેજરીવાલ

પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'દેશના મેન્ટર્સ' કાર્યક્રમ માટે સોનૂ સૂદ અમારા બ્રાંડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે કહ્યુ છે કે તે પણ અમુક બાળકોના મેન્ટોર બનશે. વળી, સોનૂ સૂદે કહ્યુ કે, 'આજે દિલ્લી સરકારે દેશના મેન્ટર્સ નુ પ્લેટફૉર્મ નથી બનાવ્યુ, દેશ માટે કંઈ કરવાનુ તમારા માટે એક પ્લેટફૉર્મ તૈયાર કર્યુ છે. જો તમે આ અભિયાન હેઠળ એક પણ બાળકને દિશા આપી શકો છો તો આનાથી મોટુ કોઈ યોગદાન દેશ માટે નહિ હોય.'

કેજરીવાલ સાથે મુલાકાત બાદ સોનૂ સૂદે કહ્યુ

કેજરીવાલ સાથે મુલાકાત બાદ સોનૂ સૂદે કહ્યુ

દિલ્લીના સીઅમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત બાદ સોનૂ સૂદે કહ્યુ, ' આજે મને લાખો છાત્રોનુ માર્ગદર્શન કરવાનો મોકો મળ્યો છે. છાત્રોનુ માર્ગદર્શન કરવાથી મોટી કોઈ સેવા નથી. મને વિશ્વાસ છે કે આપણે એક સાથે કરી શકીએ છીએ અને આપણે કરીશુ.'

સોનૂ સૂદે કરી કેજરીવાલની પ્રશંસા

સોનૂ સૂદે કરી કેજરીવાલની પ્રશંસા

સોનૂ સૂદે કહ્યુ, 'દેશની પ્રગતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે શિક્ષણનુ સ્તર વધશે. મારે કહેવાની જરૂર નથી કે દિલ્લીમાં કયા પ્રકારનો ફેરફાર આવ્યો છે. 'દેશના મેન્ટર્સ' કાર્યક્રમ હેઠળ દેશભરના 3 લાખ પ્રોફેશનલ યુવા દિલ્લીના 10 લાખ સ્કૂલી છાત્રોને ગાઈડ કરશે અને સલાહ આપશે.'

શું સોનૂ સૂદ અને કેજરીવાલમાં થઈ રાજકીય ચર્ચા?

શું સોનૂ સૂદ અને કેજરીવાલમાં થઈ રાજકીય ચર્ચા?

અભિનેતા સોનૂ સૂદે સ્પષ્ટ કહ્યુ કે અમે કોઈ રાજકીય ચર્ચા નથી કરી. તમને જણાવી દઈએ કે અટકળો લગાવવામાં આવી રહી હતી કે સોનૂ સૂદ અને કેજરીવાલની મુલાકાત રાજકીય થવાની છે. ઘણી મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ હતુ કે આ મુલાકાતને પંજાબની ચૂંટણી સાથે સંબંધ હોઈ શકે છે. વળી, અટકળો એ પણ લગાવવામાં આવી રહી હતી કે સોનૂ સૂદ પંજાબમાં આમ આદમી પાર્ટીનો ચહેરો બની શકે છે.

English summary
Kejriwal govt appoints Sonu Sood as brand ambassador for its 'Desh Ke Mentors' programme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X