For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના નવા વેરિઅંટની દહેશત, કેજરીવાલે PM મોદીને કરી માંગ, પ્રભાવિત દેશોમાં બંધ કરો ફ્લાઈટની અવરજવર

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કોરોનાના નવા વેરિઅંટની દહેશત વચ્ચે પીએમ પાસે માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉન B.1.1.529 એ આખી દુનિયામાં દહેશત પેદા કરી દીધી છે. સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળેલા આ નવા વેરિઅંટના દર્દી હવે ઘણા દેશોમાં દેખાઈ રહ્યા છે. જો કે ભારતમાં હજુ નવા વેરિઅંટનો કોઈ દર્દી મળ્યો નથી પરંતુ ભારત સરકાર પહેલેથી જ આની સામે લડવાની તૈયારી શરૂ કરી ચૂક્યુ છે. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અંગે એક મહત્વની બેઠક કરવાના છે. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને આગ્રહ કર્યો છે કે જે દેશોમાં કોરોનાના નવા વેરિઅંટનુ જોખમ વધુ હોય એ દેશોમાં આવતી-જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર રોક લગાવી દેવી જોઈએ.

arvind kejriwal

સીએમ કેજરીવાલે શું કહ્યુ પોતાના ટ્વિમાં?

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે, 'હું માનનીય પ્રધાનમંત્રીને એ દેશોમાંથી ફ્લાઈટની અવરજવર બંધ કરવાનો આગ્રહ કરુ છુ જ્યાં કોરોનાનો નવો વેરિઅંટ જોવા મળ્યો છે. ખૂબ મુશ્કેલીથી આપણો દેશ કોરોનામાંથી બહાર નીકળી શક્યો છે. આપણે નવા વેરિઅંટને ભારતમાં પ્રવેશવાથી રોકવા માટે દરેક સંભવ પ્રયત્નો કરવા જોઈએ.'

દુનિયાના 27 દેશોએ લગાવ્યો છે યાત્રા પર પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે કોરોનાના નવા વેરિઅંટના જોખમનને જોતા યુરોપીય સંઘ સહિત 27 દેશોએ આફ્રિકી દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના નવા વેરિઅંટનો પહેલો કેસ 9 નવેમ્બરે બોત્સવાનામાં જોવા મળ્યો હતો અને ત્યારથી આ હૉંગકૉંગ, બેલ્જિયમ અને ઈઝરાયેલમાં ફેઈલ ગયો છે. શનિવારે ઑસ્ટ્રેલિયાએ 9 દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો. આ દેશોમાં દક્ષિણ આફ્રિકા, નામીમ્બિયા, ઝિમ્બાબ્વે, બોત્સવાના, લેસોથો, ઈસ્વાતિની, સેશેલ્સ, મલાવી અને મોઝામ્બિકના નામ શામેલ છે.

English summary
Kejriwal insitst PM Modi stop flights from those countries which are affected by new variant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X