મારી ઉપર હુલમો પણ થઇ શકે છે: કેજરીવાલ

ફર્રુખાબાદ માટે રવાના થતાં પહેલાં કેજરીવાલ સાથે થયેલી વાતચીત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે હું જેમના વિરૂદ્ધ રેલી કરવા જઇ રહ્યો છું તે ચૂપ રહી શકશે નહી. અમારી ઉપર હુમલો પણ કરાવી શકે છે.
અમે તે માટે તૈયાર છીએ. કેજરીવાલે કહ્યું હતું કે મને ડર નથી લાગતો કારણ કે મારો જીવ ભગવાનના હાથમાં છે, સલમાન ખુર્શીદના હાથમાં નહી. આ દરમિયાન કેજરીવાલે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર પર સલમાન ખુર્શીદને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ખુર્શીદના એનજીઓ જાકીર હુસૈન ટ્રસ્ટ પર વિકલાંગોના સાધનો માટે મળેલા રૂપિયાને ચાઉં કરી જવાનો આરોપ છે. જેના વિરૂદ્ધ કેજરીવાલ આજે ફર્રુખાબાદમાં રેલી યોજશે. તેમની સાથે મોટી સંખ્યામાં વિકલાંગો હાજર રહેશે. ફર્રુખાબાદના આવાસ વિકાસ મેદાનમાં યોજાનારી કેજરીવાલની રેલીને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
