પંજાબ સરકારના મંત્રી હરજોત સિંહ બેન્સ લગ્ન કરશે, કેજરીવાલ હાજરી આપશે
હરજોત સિંહ બેન્સ અને સિનિયર આઈપીએસ ઓફિસર જ્યોતિ યાદવ 25 માર્ચે નંગલના ગુરૂદ્રારા સાહેબમાં આનંદ કારજથી લગ્ન કરશે. અરવિંદ કેજરીવાલ સાથે સાથે આ લગ્નમાં મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબ સરકારના મંત્રી હરજોત સિંહ બેન્સ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે. હરજોત સિંહ બેન્સ અને સિનિયર આઈપીએસ ઓફિસર જ્યોતિ યાદવ 25 માર્ચે નંગલના ગુરૂદ્રારા સાહેબમાં આનંદ કારજથી લગ્ન કરશે. અરવિંદ કેજરીવાલ સાથે સાથે આ લગ્નમાં મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.
પંજાબ કેડરના આઈપીએસ જ્યોતિ યાદવ હાલ માનસા જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે તૈનાત છે. જ્યોતિ યાદવ હરિયાણાના ગુરુગ્રામના છે. તે ગયા વર્ષે AAP ધારાસભ્ય રાજીન્દરપાલ કૌર છીના સાથે જાહેર ઝઘડા પછી ચર્ચામાં આવી હતી. રાજીન્દરપાલ કૌર છીનાએ IPS અધિકારી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમને જાણ કર્યા વિના તેમના મતવિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યોતિ તે સમયે લુધિયાણામાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે લુધિયાણા દક્ષિણના ધારાસભ્ય રાજીન્દરપાલ કૌર છીનાને જણાવ્યું હતું કે તેમને પોલીસ કમિશનર તરફથી અસામાજિક તત્વો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચનાઓ મળી હતી.
બીજી તરફ રૂપનગર જિલ્લાના આનંદપુર સાહિબ મતવિસ્તારમાંથી પ્રથમ વખતના ધારાસભ્ય હરજોત સિંહ બેન્સ હાલ પંજાબ સરકારમાં શિક્ષણ મંત્રી છે. વ્યવસાયે વકીલ અને 32 વર્ષીય બેન્સ આનંદપુર સાહિબના ગંભીરપુરના રહેવાસી છે. તેમણે 2017માં સાહનેવાલ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. બૈન્સ અગાઉ પંજાબમાં AAPની યુવા પાંખનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા પછી મુખ્યમંત્રી ભગવંત માને ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સંગરુરના AAP ધારાસભ્ય નરિંદર કૌર ભારજે પાર્ટી કાર્યકર મનદીપ સિંહ સાથે લગ્ન કર્યા છે અને ફાઝિલકાના AAP ધારાસભ્ય નરિંદર પાલ સિંહ સવાનાએ ખુશ્બૂ સાથે લગ્ન કર્યા છે.












Click it and Unblock the Notifications
