For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kerala Exit Poll Result 2021: લેફ્ટ સરકારની શાનદાર વાપસી, ભાજપને શૂન્ય

શું લેફ્ટ પોતાનો છેલ્લો ગઢ એટલે કે કેરળને બચાવી શકશે કે પછી કેરળમાં કોંગ્રેસની વાપસી થશે કે આ બધાથી અલગ ભાજપ કંઈ નવુ કરશે.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો શોર શમી ચૂક્યો છે. હવે બધાને પરિણામોની રાહ છે. એવામાં ચૂંટણી જંગ વચ્ચે શું લેફ્ટ પોતાનો છેલ્લો ગઢ એટલે કે કેરળને બચાવી શકશે કે પછી કેરળમાં કોંગ્રેસની વાપસી થશે કે આ બધાથી અલગ ભાજપ કંઈ નવુ કરશે. આના પર સૌની નજર છે. જો કે આ તસવીર 2મેના રોજ સ્પષ્ટ થઈ જશે પરંતુ તે પહેલા એક્ઝીટ પોલ સંભવિત વિજેતાઓની એક તસવીર સ્પષ્ટ કરી દેશે.

kerala

ઈન્ડિયા ટુડે-માય એક્સિસના એક્ઝીટ પોલ અનુસાર એલડીએફને 104-120 સીટો મળી રહી છે જ્યારે યુડીએફને 20-36 સીટો મળતી દેખાઈ રહી છે. વળી, જો ભાજપની વાત કરીએ તો શૂન્યથી બે સીટો ભાજપના ખાતામાં દેખાઈ રહી છે. અન્યને પણ ભાજપની જેમ બે સીટો મળતી દેખાઈ રહી છે.

રિપબ્લિક અને સીએનએક્સના એક્ઝીટ પોલ મુજબ એલડીએફને 104થી 120 સીટો જીતવાનુ અનુમાન લગાવ્યુ છે. યુડીએફને 20થી 36 સીટો જીતવાની સંભાવના છે. વળી, ભાજપને માત્ર બે સીટો જ્યારે અન્યના ખાતામાં પણ બે સીટો દેખાઈ રહી છે.

કેરળમાં 140 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં વોટિંગ થયુ હતુ. અહીં 73.58 ટકા વોટિંગ નોંધવામાં આવ્યુ. કેરળમાં ભાજપની સરકાર લાવવા માટે પીએમ મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહે જોરદાર રેલીકરી અને લોકોને જોરદાર વચનો પણ આપ્યા. વળી, કેરળ મુખ્ય વિપક્ષી પાર્ટી તપરીકે પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પોતાની ખૂબ સક્રિયતા બતાવી. તેમણે કેરળના ઘણા મુદ્દાઓને ઉઠાવ્યા જે બાદમાં નેશનલ ડિબેટનો હિસ્સો પણ બની ગયા.

West Bengal Exit Poll Result 2021: એબીપી-સીવોટરના એક્ઝીટ પોલWest Bengal Exit Poll Result 2021: એબીપી-સીવોટરના એક્ઝીટ પોલ

વળી, જો ગઈ ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો કેરળમાં 2016માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાનીવાળા ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ(LDF) બીજા નંબરે રહ્યુ હતુ. આ વખતે બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

English summary
kerala assembly election 2021 kerala exit poll result 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X