For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળના પલક્કડમાં PM મોદી - LDFએ લોકો સાથે એવી રીતે ગદ્દારી કરી, જેવી જૂડ્સે ઈસા સાથે કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે. જાણો તેમણે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે. અહીં પલક્કડમાં ભાજપની જનસભાને સંબોધિત કરીને તેમણે સત્તાધારી એલડીએફ અને વિપક્ષમાં બેઠેલા યુડીએફ પર જોરદાર નિશાન સાધ્યા. પીએમે કહ્યુ કે બંને ફ્રંટ રાજ્યને લૂંટવાનુ કામ કરી રહ્યા છે. બંને વચ્ચે પાંચ-પાંચ વર્ષ સરકારમાં રહીને રાજ્યને લૂંટવાની મેચ ફિક્સ થઈ છે. આ દરમિયાન પીએમે એલડીએફ સરકારની તુલના જૂડ્ઝ સાથે કરી.

સોનાના અમુક ટૂકડાઓ માટે કેરળ સાથે ગદ્દારી કરી

સોનાના અમુક ટૂકડાઓ માટે કેરળ સાથે ગદ્દારી કરી

ભારતીય જનતા પાર્ટીના પ્રચારક નરેન્દ્ર મોદીએ ગોલ્ડ સ્કેમ અંગે એલડીએફ સરકારને ઘેરીને કહ્યુ કે જૂડ્સે ઈસા મસીહને ચાંદીના અમુક સિક્કાની લાલચમાં છેતર્યા હતા અને તેમની સાથે ગદ્દારી કરી હતી. કંઈક આવુ જ વિજયનની સરકારે કર્યુ છે. આ સરકારે સોનાના અમુક ટૂકડાઓ માટે કેરળ સાથે ગદ્દારી કરી છે. પીએમે કહ્યુ કે કેરળમાં પાંચ વર્ષ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ(એલડીએફ) સરકારમાં રહે છે અને પાંચ વર્ષ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ(યુડીએફ). રાજ્ય આ બંનેને સતત જોઈ રહ્યુ છે. કેરળની રાજનીતિમાં વર્ષોથી ચાલી રહેલ એક દુઃખદ સિક્રેટ છે યુડીએફ અને એલડીએફની ગૂપચૂપ દોસ્તી, પાંચ વર્ષ એક લૂંટે અને પાંચ વર્ષ બીજો લૂંટે છે.

યુડીએફ અને એલડીએફ બંનેનો હેતુ પોતાના ખિસ્સા ભરવાનો છે

યુડીએફ અને એલડીએફ બંનેનો હેતુ પોતાના ખિસ્સા ભરવાનો છે

પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે હવે આ બદલાઈ રહ્યુ છે, પહેલી વાર મતદાન કરનાર યુવાનો પૂછી રહ્યા છે કે આ બંનેમાં શું મેચ ફિક્સીંગ છે? લોકો જોઈ રહ્યા છે કેઆ બંને ફ્રંટ કેવી રીતે ગુમરાહ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે યુડીએફ અને એલડીએફ બંનેનો હેતુ વોટ બેંકની રાજનીતિને આગળ વધારવાનો અને પોતાના ખિસ્સા ભરવાનો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કેરળમાં રહેલી યુડીએફ અને એલડીએફ સરકારોએ અહીં પર્યટન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારુ બનાવવા માટે કામ નથી કસર્યુ. કેરળ અને પર્યટનને ગાઢ સંબંધ છે. અહીં આ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે.

અમે ખેડૂતો માટે સતત કામ કરી રહ્યા છીએ

અમે ખેડૂતો માટે સતત કામ કરી રહ્યા છીએ

ભાજપની સરકારના કામ ગણાવીને પીએમ મોદીએ કહ્યુ કે અમારી સરકાર કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. ઘણા વર્ષો સુધી સરકારોએ એમએસપી વધારવાનુ વચન આપ્યુ પરંતુ અમારી સરકારને ખેડૂતો માટે એમએસપી વધારવાનુ સમ્માન મળ્યુ. એનડીએ સરકાર મેડિકલ અને ટેકનિકલ શિક્ષણ સ્થાનિક ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહી છે. એનડીએ સામાજિક ન્યાયને આગળ વધારવાની દિશામાં કામ કરતુ રહેશે, અમારો હેતુ સમાવેશી વિકાસ છે. આ દરમિયાન કેરળમાં ભાજપ તરફથી સીએમ પદ માટે ચહેરો બનાવવામાં આવેલ ઈ શ્રીધરને પણ યુડીએફ અને એલડીએફ પર નિશાન સાધઈને બંનેને ભ્રષ્ટાચારમાં લિપ્ત ગણાવ્યા.

કેરળમાં એક તબક્કામાં 6 એપ્રિલે ચૂંટણી

કેરળમાં એક તબક્કામાં 6 એપ્રિલે ચૂંટણી

કેરળમાં 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને બે મેના રોજ મતોની ગણતરી કરવામાં આવશે. કેરળમાં વિધાનસભાની 140 સીટો પર ચૂંટણી થઈ રહી છે જ્યારે એક અન્ય સીટ નામિત હોય છે. તમને જણાવી દઈએ કે કેરળમાં પિનરાઈ વિજયનની આગેવાનીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટની સરકાર છે. 2016માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં એલડીએફને કુલ 91 અને યુડીએફને 47 સીટો પર જીત મળી હતી. 2016માં ભાજપને કેરળમાં માત્ર એક સીટ પર જીત મળી હતી.

ગાળાગાળી પર ઉતર્યુ ચીન, કેનાડાના PM જસ્ટીનને કહ્યા 'કૂતરો'ગાળાગાળી પર ઉતર્યુ ચીન, કેનાડાના PM જસ્ટીનને કહ્યા 'કૂતરો'

English summary
Kerala Assembly Elections 2021: PM Narendra Modi rally in Palakkad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X