For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘૂસણખોરો પર અમિત શાહના નિવેદનથી નારાજ ક્રિશ્ચિયન ફોરમ, દેશની માફીની માંગ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે જે રીતે એનઆરસી વિશે નિવેદન આપ્યુ હતુ તેના વિરોધમાં કેરળ ક્રિશ્ચિયન ફોરમે મોરચો ખોલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે જે રીતે એનઆરસી વિશે નિવેદન આપ્યુ હતુ તેના વિરોધમાં કેરળ ક્રિશ્ચિયન ફોરમે મોરચો ખોલી દીધો છે. ફોરમનું કહેવુ છે કે અમિત શાહે જે નિવેદન આપ્યુ છે તે દેશની ઓળખ, એકતા અને સેક્યુલર છબી પર સીધો હુમલો છે. તમને જણાવી દઈએ કે શાહે નેશનલ સિટિઝન રજિસ્ટર વિશે કહ્યુ હતુ કે અમે બૌદ્ધ, હિંદુ અને સિખ ઉપરાંત દેશના દરેક ઘૂસણખોરને બહાર કાઢી દઈશુ.

amit shah

કેરળ ક્રિશ્ચિયન ફોરમે આશા વ્યક્ત કરી છે કે અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી આ નિવેદન પર માફી માંગશે. ફોરમનું કહેવુ છે કે શાહ અને ભાજપે દેશની માફી માંગવી જોઈએ. ખાસ કરીને દેશના લઘુમતી સમાજની કે જે શાહના નિવેદનથી દુઃખી છે. તમને જણાવી દઈએ કે અમિત શાહે દાર્જિલિંગમાં પાર્ટીના ઉમેદવાર રાજુ બિષ્ટ માટે પ્રચાર દરમિયાન રેલીને સંબોધિત કરીને કહ્યુ હતુ કે તેમની સરકાર પાછી સત્તામાં આવશે તો અનુચ્છેદ 370ને હટાવવામાં આવશે. સાથે જ દેશભરમાં એનઆરસીને લાગુ કરવામાં આવશે.

અમિત શાહે કહ્યુ કે ગેરકાયદેસર પ્રવાસી ઉધઈ જેવા છે અને દેશને ખોખલો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ફરીથી સત્તામાં આવવા પર અમે આ લોકોને બહાર કરીશુ. શાહે કહ્યુ કે હું બંગાળમાં લોકોને આશ્વાસન આપવા માંગુ છુ કે તેમણે ડરવાની જરૂર નથી. અમે અહીંના શરણાર્થીઓને ભારતના પુત્ર-પુત્રી માનીએ છીએ અને તેમને નાદરિકતા આપવામાં આવશે પરંતુ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યુ કે અમે આ વાતને સુનિશ્ચિત કરીશુ. શાહના આ નિવેદન પર ક્રિશ્ચિયન ફોરમે નારાજગી વ્યક્ત કરીને તેમને માફીના માંગ કરી છે.

આ પણ વાંચોઃ હમસફર બન્યા બાદ આ કામ પણ સાથે કરશે આકાશ અને શ્લોકા અંબાણી, ફોટા વાયરલઆ પણ વાંચોઃ હમસફર બન્યા બાદ આ કામ પણ સાથે કરશે આકાશ અને શ્લોકા અંબાણી, ફોટા વાયરલ

English summary
Kerala Christian forum demands apology from Amit Shah over his statement on NRC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X