For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને ક્રિસમસની ભેટ, હવે કેરલ મોટા ચર્ચે કરી પ્રશંસા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ક્રિસમસની એક શાનદાર ભેટ મળી છે. કેરલના જુના ચર્ચના પાદરીએ મોદીનું સમર્થન કર્યું છે. દુબઇના સમાચાર પત્ર ખલીજ ટાઇમ્સે લખ્યું છે કે દુનિયના સૌથી જુના ચર્ચમાં એક કેથોલિક્સ ઑફ ધ ફર્સ્ટ એંડ મલનકરા મેટ્રોપોલિટન બેસેલિયોસના પ્રમુખ માર થોમા પાઉલોઝ-2એ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી સાંપ્રદાયિક સદભાવનાની ગેરેન્ટી આપે છે તો તેમનું સમર્થન કરવામાં કોઇ વાંધો નથી.

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમને કહ્યું હતું કે ગુજરાતમાં રહેતા તેમના ચર્ચની સભ્ય રાજ્યના વાતાવરણથી એકદમ ખુશ છે. ત્યાં રોકણ ફેંડલી વાતાવરણ છે. ત્યાં વેપાર કરનાર સરળતાથી પોતાનો વેપાર કરે છે કારણ કે ત્યાં માપદંડ નથી. તેમને કહ્યું હતું કે મને ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરવાની તક મળી નથી પરંતુ આપણા લોકો દ્વારા જે જાણકારી મળી છે, તેનાથી ખબર પડે છે કે નરેન્દ્ર મોદી રાજ્યનું સારું કરી રહ્યા છે. જો તે આખા દેશ માટે કરે તો તેમને અમારો સપોર્ટ છે.

narendra-modi-with-tea

ચર્ચના આ સ્વિકારોક્તિ બાદ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે કેરલમાં રાજકીય સમીકરણ બદલાઇ ગયા છે. તે અત્યાર સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી યૂડીએફ અને લેફ્ટના નેતૃત્વવાળા ડેમોક્રેટિક ફ્રટથી દૂર રહ્યા હતા. ચર્ચની સંપત્તિના મુદ્દે બંનેમાંથી કોઇએ તેમનો સાથ આપ્યો નથી.

આ પહેલાં સરકારના ચીફ વ્હિપ પીસી જોર્જે ભાજપનું સમર્થન કરનાર એક રેલીમાં ભાગ લીધો હતો જેના લીધે તેમને ઘણી ટીકા સહન કરવી પડી હતી. હવે એક મોટા ચર્ચના પાદરીનું આ નિવેદન કેરલમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને દર્શાવે છે. કહેવામાં આવે છે કે સંઘ પરિવાર ઓર્થોડોક્સ ચર્ચની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

કેરલ રાજ્ય ભાજપ અધ્યક્ષના સુરેન્દ્રને નરેન્દ્ર મોદીની ચર્ચ દ્વારા પ્રશંસા કરવામાં આવતાં અલ્પસંખ્યકોની ધારણામાં પરિવર્તન એક ઉદાહણ ગણાવ્યું. તેમનું માનીએ તો આ ગુજરાતના મુખ્યમંત્રીને ભારતના આગામી વડાપ્રધાન પદના રૂપમાં સ્વિકાર કરવાના વધતા જતાં સંકેત છે.

English summary
Head of Malankara Orthodox Syrian Church Baselium Marthoma Paulose II today denied reports that he had backed Narendra Modi's candidature for the Prime Minister's post during an interaction with local BJP leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X