For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિપાહ વાયરસની શિકાર નર્સનો હ્રદય કંપાવી દે તેવો અંતિમ પત્ર

કેરળમાં નિપાહ વાયરસનો કહેર ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ખતરનાક વાયરસથી 12 દર્દીઓના મોત નીપજ્યા છે. આવા દર્દીઓની સારવાર કરી રહેલ એક નર્સનું પણ આ વાયરસથી ઝપટમાં આવતા મોત નીપજ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં નિપાહ વાયરસનો કહેર ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ખતરનાક વાયરસથી 12 દર્દીઓના મોત નીપજ્યા છે. આવા દર્દીઓની સારવાર કરી રહેલ એક નર્સનું પણ આ વાયરસથી ઝપટમાં આવતા મોત નીપજ્યુ છે. 31 વર્ષીય નર્સ લિની પુત્થુસેરીએ પોતાના મેડીકલ પ્રોફેશન અને સેવાભાવનું એવુ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે જે ખૂબ જ વિશેષ છે. કોઈને ખબર જ ન પડી કે તે ક્યારે આ વાયરસની ઝપટમાં આવી ગઈ. જો કે તેમને ખબર પડ્યા બાદ પણ તેમણે પાછી પાની નહોતી કરી. તેમણે દર્દીઓની સેવા માટે પોતાના પરિવારનો ત્યાગ કરી દીધો. આ દરમિયાન પોતાના પતિને એક પત્ર લખ્યો. હ્રદય કંપાવી દે તેવો આ અંતિમપત્ર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

"આપણા બાળકોનું ધ્યાન રાખજો...

લિનીએ પોતાના પતિને લખ્યુ, "આપણા બાળકોનું ધ્યાન રાખજો... હું લગભગ પોતાની રાહ પર છું, આપણા બાળકોનું ધ્યાન રાખજો.." કેરળની 31 વર્ષીય નર્સ લિની પુત્થુસેરીએ આ અંતિમપત્ર પોતાના પતિને લખ્યો હતો. આ અંતિમ પત્ર વાંચીને સ્પષ્ટ દેખાઈ આવે છે કે લિની પોતાના પરિવાર અને બાળકોને કેટલા યાદ કરતી હતી. તેમછતાં લિનીએ પોતાના પરિવાર અને બાળકો સાથે છેલ્લી વાર મુલાકાત પણ ના કરી. તેમને આવુ એટલા માટે કરવુ પડ્યુ કારણકે તે એક એવા વાયરસ સામે જંગ લડી રહી હતી જે ખૂબ જ ખતરનાક હતો. વાસ્તવમાં લિનીને ખબર હતી કે આ ગંભીર વાયરસ તેમને પણ પોતાની ઝપટમાં લઈ ચૂક્યો છે. આ વાયરસ પરિવારમાં ન પહોંચે એટલા માટે તેમણે પોતાના પરિવારને છેલ્લી પણ વાર ના જોયો.

નિપાહ વાયરસની ઝપટમાં આવેલી નર્સ લિની પોતાની ફરજમાં વ્યસ્ત

નિપાહ વાયરસની ઝપટમાં આવેલી નર્સ લિની પોતાની ફરજમાં વ્યસ્ત

આ ગંભીર વાયરસને કારણે જેવુ લિનીનું મોત નીપજ્યુ કે તરત જ તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. તેમના પરિવારવાળા પણ લિનીને છેલ્લી વાર ન મળી શક્યા. વાયરસની અસર પરિવાર સુધી ન પહોંચી શકે એટલા માટે આમ કરવામાં આવ્યુ. લિનીને બે બાળકો છે. એકની ઉંમર 7 વર્ષ અને બીજાની ઉંમર 2 વર્ષ છે. લિની કોઝીકોડના પેરામ્બરા હોસ્પિટલમાં નિપાહ વાયરસની ઝપટમાં આવતા દર્દીઓનો ઈલાજ કરતી ટીમમાં શામેલ હતી.

વાંચો, નર્સ લિનીનો પતિને લખેલો પૂરો પત્ર

વાંચો, નર્સ લિનીનો પતિને લખેલો પૂરો પત્ર

દર્દીઓની સેવામાં વ્યસ્ત લિની પણ આ ગંભીર વાયરસની ઝપટમાં આવી ગઈ. જ્યારે તેમને આની જાણકારી મળી ત્યારે તેમણે પોતાના પતિને અંતિમ પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે લખ્યુ કે, "હું લગભગ પોતાની રાહ પર છું. મને નથી લાગતુ કે હું તમને બધાને જોઈ શકીશ. સૉરી, આપણા બાળકોની વ્યવસ્થિત સંભાળ લેજો. તેમને પોતાની સાથે ગલ્ફ(ખાડી દેશ) લઈ જજો અને તેમને આપણા પિતાની જેમ બિલકુલ એકલા ના છોડતા. બહુ બધો પ્રેમ..."

લિનીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ

લિનીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ

નર્સ લિનીએ પોતાના જીવની પરવા કર્યા વિના જે રીતે સેવાભાવનો પરિચય આપ્યો તે ખૂબ ખાસ છે. તેમને હીરોની જેમ જોવામાં આવી રહ્યા છે. કેરળના પર્યટન મંત્રીએ લિની પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ફેસબુક પર તેમનો પત્ર શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. ડૉ. દીપુ સેબિને પણ લિની માટે ટ્વિટ કરતાં કહ્યુ કે નિપાહ વાયરસ સામેની અમારી લડાઈમાં નર્સ લિનીનો જીવ ગયો. તેમનું મોત આ વાયરસથી પીડિત દર્દીઓનો જીવ બચાવતી વખતે થયુ. તેમની ઉંમર માત્ર 31 વર્ષ હતી અને બે બાળકોની માતા હતી. જો તે શહીદ નથી તો કોણ છે મને નથી ખબર. ડૉ. દીપુ સેબિન, DailyRounds ના ચીફ એક્ઝીક્યુટીવ છે.

English summary
kerala nurse lini who treated nipah victim died due to infection left heart breaking-note for husband
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X