For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Daily wages in India: ગુજરાત અને મધ્યપ્રદેશમાં મળે છે સૌથી ઓછી મજૂરી, કેરળમાં સૌથી વધુ

ભારતના ઓછામાં ઓછા 10 રાજ્યો એવા છે જ્યાં રાષ્ટ્રીય સરેરાશ જેટલી પણ મજૂરી નથી મળતી. અહીં જુઓ આંકડાઓની વિગત.

|
Google Oneindia Gujarati News

Daily wages in India: ભારતીય રાજ્યોના અલગ-અલગ આંકડા દર્શાવતી આરબીઆઈની હેન્ડબુકનુ સાતમુ સંસ્કરણ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં 2021-22ના આંકડાઓને સામેલ કરવામાં આવ્યા છે. આર્થિક ક્ષેત્રની ઘણી ગતિવિધિઓ સાથે સંબંધિત આંકડાઓને આ હેન્ડબુકમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં અપાતી દૈનિક મજૂરી પણ સામેલ છે. આ હેન્ડબુકમાં ભારતના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામાન્ય કૃષિ મજૂરોને મળતી દૈનિક મજૂરીનુ મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે. અલગ-અલગ રાજ્યોમાં આ આંકડાઓમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતના ઓછામાં ઓછા 10 રાજ્યો એવા છે જ્યાં રાષ્ટ્રીય સરેરાશ જેટલી પણ મજૂરી નથી મળતી.

કેરળ તમામ રાજ્યોમાં મોખરે

કેરળ તમામ રાજ્યોમાં મોખરે

આરબીઆઈના જણાવ્યા મુજબ આ આંકડાઓનો સ્ત્રોત કેન્દ્ર સરકારનુ લેબર બ્યુરો છે. કેરળ તમામ રાજ્યોમાં મોખરે છે. અહીં સામાન્ય ખેતમજૂરોને 2021-22 દરમિયાન 726.8 રૂપિયા દૈનિક વેતન મળ્યુ. 2014-15માં આ શ્રેણી માટે દૈનિક વેતન રૂ. 575.1 હતુ. તે પછી દર વર્ષે તેમાં 20-25 રૂપિયાનો વધારો થયો. કોરોના વાયરસ મહામારી દરમિયાન 2020-21માં તેમાં માત્ર છ રૂપિયાનો વધારો થયો હતો. આ શ્રેણીમાં દૈનિક વેતનની રાષ્ટ્રીય સરેરાશ રૂ. 323.32 છે. એટલે કે કેરળનો દર રાષ્ટ્રીય સરેરાશના બમણા કરતા વધુ છે.

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સૌથી ઓછી મજૂરી

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સૌથી ઓછી મજૂરી

કેરળ પછી બીજા ક્રમે જમ્મુ અને કાશ્મીર આવે છે. જો કે તે કેરળથી પણ ઘણુ પાછળ છે. જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય ખેતમજૂરોને 2021-22માં 524.6 રૂપિયા દૈનિક વેતન આપવામાં આવ્યુ હતુ. 2014-15માં તે 367.7 રૂપિયા હતુ. તેમાં દર વર્ષે 15-20 રૂપિયાનો વધારો થયો છે. 2020-21માં તેમાં લગભગ 50 રૂપિયાનો વધારો થયો છે. અન્ય તમામ રાજ્યોમાં દૈનિક વેતનનો દર રૂ.500થી નીચે છે. હિમાચલ પ્રદેશમાં 457.6 અને તમિલનાડુમાં 445.6. સૌથી ઓછુ વેતન આપનારા રાજ્યોમાં મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં દૈનિક વેતન 220.3, કેરળમાં 726.8

ગુજરાતમાં દૈનિક વેતન 220.3, કેરળમાં 726.8

મધ્યપ્રદેશમાં વેતન તરીકે માત્ર રૂ. 217.8 ચૂકવવામાં આવે છે, જે દેશમાં સૌથી ઓછુ છે. છેલ્લા એક વર્ષમાં તેમાં માત્ર 20 પૈસાનો વધારો થયો છે. 2014-15થી પણ તેમાં માત્ર 67 રૂપિયાનો વધારો થયો છે. 2020-21માં તેમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દૈનિક વેતન રૂ. 220.3 છે. 2014-15ની સરખામણીએ આમાં માત્ર 60 રૂપિયાનો વધારો થયો છે. 2020-21માં તેમાં પાંચ રૂપિયાથી ઓછો વધારો કરવામાં આવ્યો હતો.

બાંધકામ ક્ષેત્રમાં મળે છે વધુ મજૂરી

બાંધકામ ક્ષેત્રમાં મળે છે વધુ મજૂરી

ખેતી સિવાયના અન્ય કામમાં રોકાયેલા લોકોને મળતુ દૈનિક વેતન લગભગ સમાન છે. કેરળ રૂ.681.8ના દૈનિક વેતન સાથે આ શ્રેણીમાં પણ આગળ છે. જમ્મુ અને કાશ્મીરમાં દૈનિક વેતન 500.8 છે, તમિલનાડુમાં તે 462.3 છે અને હિમાચલ પ્રદેશમાં તે 389.8 છે. સૌથી નીચા ક્રમાંકિત રાજ્યોમાં મધ્યપ્રદેશમાં રૂ. 230, ત્રિપુરા રૂ. 250, ગુજરાત રૂ. 252.5 અને મહારાષ્ટ્ર રૂ. 277.2 દૈનિક વેતન છે. બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો ખેતીમાં કામ કરતા લોકો કરતાં થોડી વધુ કમાણી કરે છે. કેરળમાં આ કામદારોને 2021-22માં 837.7 રૂપિયા દૈનિક વેતન મળ્યુ હતુ. જમ્મુ-કાશ્મીરમાં 519.8 અને તમિલનાડુમાં રૂ. 478.6. ત્રિપુરામાં 250, મધ્યપ્રદેશમાં 266.7 અને ગુજરાતમાં 295.9 આપવામાં આવ્યા હતા.

English summary
Kerala pay highest daily wage in India, Gujarat and Madhya Pradesh lowest of all.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X