For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ પોલીસનું કારનામુ, હેલ્મેટ વિના સાઇકલ ચલાવવા પર દંડ ફટકાર્યો

ઓવર સ્પિડીંગ અને હેલ્મેટ વિના સાઇકલ ચલાવવા પર કેરળ પોલીસે યુવક પાસે 500 રૂપિયાની દંડ ભરાવ્યો.

|
Google Oneindia Gujarati News

શુ તમે કોઈ ટ્રાફિક પોલીસને સાઇકલ ચલાવનાર વ્યકતિને દંડ ફટકારતો જોયો છે? અથવા તમે ક્યારેય પણ વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ હેલ્મેટ વિના ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો હોય અને પોલીસે તેનું ચાલાન કાપી નાખ્યું હોય? હેરાન થવાની વાત નથી કારણકે કેરળ પોલીસે બિલકુલ આવું જ કર્યું છે. ઓવર સ્પિડીંગ અને હેલ્મેટ વિના સાઇકલ ચલાવવા પર કેરળ પોલીસે યુવક પાસે 500 રૂપિયાની દંડ ભરાવ્યો.

kerala police

યુપીના રહેનાર કાસીમને કેરળની કાસરગોળ પોલીસે રોકી લીધો અને હેલ્મેટ વિના ઝડપથી સાઇકલ ચલાવવાના કારણે દંડ રૂપે 2000 રૂપિયા ભરવા માટે કહ્યું. કાસીમે જયારે પોલીસને જણાવ્યું કે તેઓ આટલો વધારે દંડ નહીં ભરી શકે કારણકે તેની રોજની કમાણી 400 રૂપિયા જ છે. ત્યારપછી પોલીસે તેને 500 રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું.

આ પણ વાંચો: પેટમાં ઉગી ગયું અંજીરનું ઝાડ, હત્યાના 40 વર્ષે ખુલ્યું રહસ્ય

એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે કાસીમની સાઇકલ પંચર કરી નાખી. જયારે કાસીમને પોલીસ તરફથી જે રસીદ આપવામાં આવી છે તેમાં આપવામાં આવેલા નંબરમાં મહિનાના નામથી સ્કુટર રજીસ્ટર છે. કેરળ પોલીસના આ કારનામા પર સોશ્યિલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે.

English summary
kerala police fines bicycle rider for over speeding and riding without helmet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X