પેટમાં ઉગી ગયું અંજીરનું ઝાડ, હત્યાના 40 વર્ષે ખુલ્યું રહસ્ય
અંકારાઃ તુર્કીમાં વર્ષ 1994માં થયેલ એક હત્યાનો ભેદ 40 વર્ષે પણ નથી ઉકેલી શકાયો. હત્યાનું રહસ્ય એક બી પરથી ખુલ્યું જેને તેણે મરતા પહેલાં ખાધું હતું. રિપોર્ટ મુજબ જે શખ્સની હત્યા કરવામાં આવી તેના પેટમાં ઝાડ ઉગી ગયું. તપાસ એજન્સી મુજબ એ વ્યક્તિએ મરતા પહેલા અંજીર ખાધું હોય તે શક્ય છે, જેનાં બી તેના પેટમાં જ રહી ગયાં. એજ બીજથી તેના પેટમાંથી એક ઝાડ ઉગી ગયું. આ ઝાડના કારણે જ તે વ્યક્તિની હત્યાનું સિક્રેટ ખુલ્યું.

ઝાડને ખોદતાં સચ્ચાઈ સામે આવી
જાણકારી મુજબ 2011માં એક સંશોધકે ડુંગર પર અસામાન્ય જગ્યાએ અંજીરનું ઝાડ ઉગેલું જોયું. શંકા જતાં તેણે ઝાડની ચારેય બાજુનુ જમીન ખોદતાં ત્યાંથી હાડપિંજર મળ્યું. અંજીરનું જે ઝાડ ઉગ્યું હતું તે હાડપિંજરના પેટમાંથી ઉપર જઈ રહ્યું હતું. હાજપિંજર તો મળી ગયું પણ તે કોનું હતું તે ખ્યાલ ન હતો. જો કે બાદમાં અહમત હર્ગ્યુન તરીકે મૃતકની ઓળખ થઈ શકી. જણાવવામાં આવી રહ્યુ્ં છે કે હર્ગ્યુન 1994માં બે સમુદાય વચ્ચે થયેલા સંઘર્ષમાં માર્યો ગયો હતો. હર્ગ્યુનના હાડપિંજર પાસે અન્ય બે હાડપિંજર પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો-Video: પહેલી ડેટ પર મેક્સને આવ્યો હાર્ટ અટેક, ગર્લફ્રેન્ડે કિસ કરીને બચાવી જાન

ગુફામાં થયો હતો ડાયનામાઈટ વિસ્ફોટ
તપાસ દરમિયાન માલુમ પડ્યું કે સંભવિત રીતે ડાઈનામાઈટમાં ધમાકામાં ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં. પોલીસ મુજબ હર્ગ્યુન બે સાથીઓના તુર્કી રેજિસ્ટેંસ ઑર્ગેનાઈઝેશનમાં સામેલ થયો હતો, જેમને લડાઈ દરમિયાન ગુફામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં વિસ્ફોટને કારણે ત્રણેય મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો-Pics: એક એવું શહેર જ્યાં કરોળિયા કરે છે રાજ, જુઓ તસવીરો

બહેને જણાવી હકીકત
તપાસ ટીમે હર્ગ્યુનની બહેન સાથે પણ વાતચીત કરી, જેમણે જણાવ્યું કે તેમના ગામમાં 4000 લોકો રહેતા હતા. જેમાંથી અડધા ગ્રીક અને અડધા તુર્ક હતા. 1974માં સંઘર્ષ શરુ થઈ ગયો. દરમિયાન એમનો ભાઈ હર્ગ્યુન ટીએમટીમાં સામેલ થઈ ગયો. 10 જૂને ગ્રીક એમને લઈ ગયા હતા, ત્યારથી જ તે લાપતા હતો.
આ પણ વાંચો- જો ઘરમાં ગરોળી જોવા મળે તો તમારી સાથે થઈ શકે આવું