For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાપ પંચાયત બળાત્કારીઓને ફાંસી આપવા નથી માંગતુ

|
Google Oneindia Gujarati News

khap panchayat
હિસાર, 1 જાન્યુઆરી: ભારતમાં તાલિબાની ઢબે ફરમાન જારી કરવા બદલ જાણીતી ખાપ પંચાયતે દિલ્હી ગેંગરેપના બળાત્કારીઓને ફાંસીની સજા આપવાનો વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ઘટનાના આરોપીઓને કોર્ટમાં ફાંસી આપવાની માંગ કરવા પર પંચાયતે નારાજગી વ્યક્ત કરી છે.

હિસારમાં યોજાયેલી ખાપ પંચાયતમાં જણાવાયુ છે કે સરકાર ઉતાવળીયે એવો કોઇ કાનૂન ના બનાવી દે જેના કારણે તેનો દૂરઉપયોગ થવાની શક્યતા રહે. ખાપ નેતા સૂબેસિંહે અત્રેના એક ગામમાં જણાવ્યું કે અધિકારીઓએ ગેંગરેપના મામલે થઇ રહેલા ભારે જનવિરોધ અને તેના આરોપીઓ માટેની સજાની માંગને જોઇને ભાવનાઓમાં વહી જવું જોઇએ નહી.

તેમનું કહેવું છે કે અમે દહેજ વિરોધી કાનૂન અને એસસી-એસટી કાનૂનનો દૂરઉપયોગ થતા જોયો છે. એવો કોઇ કાનૂન જે આવી કડક સજા આપતો હોય, તેનો દૂરઉપયોગ થવાની શક્યતા રહેલી છે. ખાપ નેતા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીની પ્રદર્શનકારીઓએ ટીકા કરી છે, અને તેને હરિયાણા મામલામાં આરોપીઓને બચાવવાનો પ્રયત્ન ગણાવ્યો.

ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વુમેન્સ એસોસિએશનના મહાસચિવ જગમતી સંગવાને જણાવ્યું કે હરિયાણામાં 20 ગેંગરેપ થયા છે જેમાં ઘણા લોકોની સંડોવણી છે. ખાપ પંચાયતે એ તમામને બચાવવાની કોશિશ કરી છે. આ સમર્થનના કારણે મહિલાઓ પ્રત્યેના અનાદરને પ્રોત્સાહન મળશે.

English summary
khap panchayat do not fever to hang gang rape accused.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X