
કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ એક્શનમાં ખડગે, આ પહેલુ પગલુ ભર્યુ!
નવી દિલ્હી : શશી થરૂરને હરાવીને મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ પદે ચૂંટાયા છે. ખડગે 24 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ છે. તેમની પાસેથી પાર્ટીને ઘણી અપેક્ષા છે. હવે ખડગે એક્શનમાં જોવા મળ્યા છે. ખડગે એ અધ્યક્ષ બનતાની સાથે જ ટ્વિટર બાયોમાં ફેરફાર કર્યો છે. તેમણે ટ્વિટર બાયોમાં પ્રમુખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સંસદ સભ્ય, રાજ્યસભા લખ્યુ છે.
અધ્યક્ષ બનતાની સાથે જ ખડગે એક્શનમાં જોવા મળી રહ્યા છે. ખડગે ટ્વિટર પર તેમને અભિનંદન આપનારા નેતાઓને અભિનંદન આપી રહ્યા છે તો બીજી તરફ રૂપિયાના અવમુલ્યનને લઈને સરકાર પર પ્રહાર પણ કરી રહ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યુ કે, ડોલર સામે રૂપિયો 83 રૂપિયાના નીચા સ્તરે પહોંચ્યો છે. ગગડતો રૂપિયો દેશની ઈકોનોમી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વિત્ત મંત્રીએ કહ્યું કે, રૂપિયો કમજોર નથી થતો, ડોલર મજબુત થઈ રહ્યો છે. ફક્ત નિવેદનોથી કામ નહીં ચાલે, કેન્દ્ર સરકારે નક્કર પગલા લેવા પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, મલ્લિકાર્જુન ખડગેને શશી થરૂર 7897 મત મળ્યા હતા, જ્યારે શશી થરૂરને માત્ર 1072 મત મળ્યા હતા. હવે મલ્લિકાર્જુન ખડગે 26 ઓક્ટોબરે પદ સંભાળશે.