For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં આજથી ખેડૂત સંસદની મંજૂરી, માત્ર 200 લોકોને જવાની મંજૂરી

દિલ્લીમાં આજથી ખેડૂત સંસદની મંજૂરી આપવામાં આવી છે પરંતુ માત્ર 200 લોકોને જવાની મંજૂરી છે. જાણો સંપૂર્ણ વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખેડૂત આંદોલનને 8 મહિનાનો સમય થઈ ગયો છે. હાલમાં જ સંસદના ચોમાસુ સત્રને જોતા ખેડૂતોએ પણ દિલ્લીમાં ખેડૂત સંસદ ચલાવવાનુ આહ્વાન કર્યુ હતુ. ખેડૂત સંગઠન શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનુ વચન તો આપ્યુ હતુ પરંતુ 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાને લઈને તેમના પર પોલિસને વિશ્વાસ નહોતો. જો કે બુધવારે સાંજે ખેડૂત નેતાઓ અને પોલિસ અધિકારીઓમાં સંમતિ બની ગઈ. એવામાં હવે ગુરુવારથી દિલ્લીના જંતર-મંતર પર પ્રદર્શન કરી શકશે.

kisan sansad

ખેડૂત સંસદની મંજૂરી માટે બુધવારે ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીર સિંહે પોલિસ અધિકારીઓ સાથે વાત કરી. આ દરમિયાન નક્કી નિયમો સાથે જંતર મંતર પર પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી. આ મામલે યુદ્ધવીર સિંહે જણાવ્યુ કે તેમની આ ખાસ સંસદનો સમય રોજ સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. આમાં દરેક સંગઠનમાંથી માત્ર 5 લોકો જ શામેલ થશે જેમની ઓળખ પહેલેથી કરી લેવામાં આવશે. આ ઉપરાંત કોઈ પણને આમાં આવવાની મંજૂરી નહિ મળે.

તેમણે આગળ જણાવ્યુ કે દિલ્લી પાસેની સીમાઓ જ્યાં-જ્યાં પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યાંથી રોજ સવારે 8 વાગે ખેડૂત સિંધુ બોર્ડર માટે નીકળશે. પછી સિંધુથી 5 બસોમાં ભરીને 10 વાગ્યા આસપાસ બધા જંતર-મંતર માટે રવાના થશે. આ બસો ઉપરાંત કોઈ પણ વાહન ખેડૂતો સાથે નહિ જાય. વળી, આગળ-પાછળ પોલિસની ગાડીઓ રહેશે જેથી કોઈ મુશ્કેલી રસ્તામાં ન થાય. ત્યારબાદ 11 વાગ્યા આસપાસ ખેડૂત જંતર-મંતર પહોંચીને સંસદને શરૂ કરશે. આ દરમિયાન કોરોના પ્રોટોકૉલનુ પુરુ પાલન કરવામાં આવશે.

યુદ્ધવીરના જણાવ્યા મુજબ 40 ખેડૂત સંગઠનોમાંથી 5-5 લોકો આવશે. એવામાં કુલ પ્રદર્શનકારીઓની સંખ્યા 200 જ રહેશે. દરેક પાંચ સભ્યોની ટીમમાં એક મૉનિટર હશે જે એ સુનિશ્ચિત કરશે કે કોઈ પ્રકારની ગરબડ ન થાય. જો 26 જાન્યુઆરીની જેમ કોઈ ઉપદ્રવ થયો તો મૉનિટર જ જવાબદાર રહેશે. આ ઉપરાંત દિલ્લી પોલિસ પણ સીસીટીવી દ્વારા જંતર-મંતર સ્થિત પ્રદર્શન સ્થળને મૉનિટર કરશે.

English summary
Kisan Sansad delhi jantar mantar new farm laws parliament monsoon session
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X