For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: શું ‘Sex' કે ‘Kiss' કરવાથી ફેલાય છે કોરોના વાયરસ?

વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે લોકો આડી-અવળી વાતો પર બિલકુલ ભરોસો ના કરે અને WHO તરફથી જારી કરેલ નિર્દેશોનુ જ પાલન કરે.

|
Google Oneindia Gujarati News

ચીન બાદ દુનિયાભરમાં ફેલાઈ રહેલો કોરોના વાયરસ હવે ભારતમાં પણ ખળભળાટ મચાવી રહ્યો છે. દિલ્લી-એનસારમાં નવા કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર અને દિલ્લી સરકાર હરકતમાં આવી ગઈ છે. કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે જો કે આરોગ્ય મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

અફવાઓ પર ધ્યાન ન આપોઃ WHO

અફવાઓ પર ધ્યાન ન આપોઃ WHO

હાલમાં ભારતમાં આ બિમારી માટે એલર્ટ જારી કરી દેવામાં આવી છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તે અફવાઓ પર ધ્યાન ન આપે કારણકે આ બિમારી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ખોટી વાતો પીરસવામાં આવી રહી છે. અવામાં વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે લોકો આડી-અવળી વાતો પર બિલકુલ ભરોસો ના કરે અને WHO તરફથી જારી કરેલ નિર્દેશોનુ જ પાલન કરે.

‘ના તો ગળે મળો અને ના હાથ મિલાવો'

‘ના તો ગળે મળો અને ના હાથ મિલાવો'

સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે આ બિમારી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાઈ રહી છે એટલા માટે ડૉક્ટરોએ લોકોને અપીલ કરી છે કે તે લોકોને ના તો ગળે મળે અને ના હાથ મિલાવે. તેના બદલે નમસ્તે કરીને લોકોનુ અભિવાદન કરે. આવુ એટલા માટે કહેવામાં આવ્યુ છે કે પીડિત વ્યક્તિના ડ્રૉપલેટ્સથી તમને સંક્રમણ થઈ શકે છે એટલા માટે જે લોકોને શરદી-ખાંસી કે ગળામાં ઈન્ફેક્શન છે, તે લોકોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

‘સેક્સ' કરવાથી નથી ફેલાતો કોરોના વાયરસ

‘સેક્સ' કરવાથી નથી ફેલાતો કોરોના વાયરસ

એવુ જરૂરી નથી કે શરદી-ખાંસીથી પીડિત વ્યક્તિને કોરોના થયો છે પરંતુ સાવચેતી રૂપે આ વાત કહેવામાં આવી છે કારણકે તમને ખબર નથી કે કઈ વ્યક્તિના શરીરમાં કોરોના એટેક કરી રહ્યો છે. ‘ધ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન' તરફથી જારી નિર્દેશમાં જણાવવામાં આવ્યુ છે કે પીડિત વ્યક્તિથી 6 ફૂટનુ અંતર જાળવવુ જોઈએ. WHOનુ પણ કહેવુ છે કે કોરોના વાયરસ સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ડિસીઝ નથી પરંતુ પીડિત વ્યક્તિને ‘કિસ' કરવાથી આ તેના પાર્ટનરને થઈ શકે છે એટલા માટે આ દરમિયાન લોકોને રિલેશનશિપ બનાવવાથી દૂર રહેવુ જોઈએ.

ભીડવાળી અને ખુલ્લી જગ્યાએ ન કરો ભોજન

ભીડવાળી અને ખુલ્લી જગ્યાએ ન કરો ભોજન

WHOના જણાવ્યા મુજબ ભીડવાળા વિસ્તાર અને ખુલ્લા સ્થળોની વસ્તુઓનુ સેવન કરવાથી વ્યક્તિ પર કોરોનાનો એટેક થવાનુ જોખમ વધી જાય છે એટલા માટે એવી જગ્યાઓએ ન જમવુ જોઈએ અને જો બહાર જમવાનુ જરૂરી હોય તો તમે ગરમ વસ્તુઓનુ જ સેવન કરો કારણકે ઠંડી વસ્તુઓથી સંક્રમણ જલ્દી થાય છે.

આ વાતોનુ રાખો ધ્યાન

આ વાતોનુ રાખો ધ્યાન

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી હાથ ધુઓ. હાથથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આના માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે. ભીડવાળી જગ્યાઓએ જવાથી બચો.

ખાંસી, શરદી અને તાવ હોય તો તરત જ ડૉક્ટરને મળો

જે લોકોને શરદી કે ખાંસી હોય તેના સંપર્કમાં ન આવો. પોતાના નાક-મોઢા અને આંખોને વારંવાર ટચ ના કરો. જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તરત જ ડૉક્ટર પાસે જાવ. ખાંસતી કે છીંકતી વખતે નાક-મોડા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખી દો.

આ પણ વાંચોઃ સોનગઢમાં બસ, ટેન્કર અને ક્રૂઝર વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8ના મોત, 22 ઘાયલઆ પણ વાંચોઃ સોનગઢમાં બસ, ટેન્કર અને ક્રૂઝર વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8ના મોત, 22 ઘાયલ

English summary
Kissing an infected person could definitely infect the other but Coronavirus is not Sexually Transmitted Diseases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X