• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે ખુશબુ સુંદર જેણે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસના દિગ્ગજો પર લગાવ્યા ગંભીર આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી ખુશબુ સુંદર કોંગ્રેસ પાર્ટીનો પાલવ છોડી ભાજપમાં શામેલ થઈ શકે છે. પોતાના રાજકીય જીવનની શરૂઆત ખુશબુએ 2010માં ડીએમકે પાર્ટી સાથે કરી હતી, બાદમાં તે કોંગ્રેસમાં શામેલ થઈ ગયા હતા. પરંતુ હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે ખુશબુ કોંગ્રેસનો પાલવ છોડીને ભાજપનો હાથ પકડી શકે છે. રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી ચર્ચા રહી કે ખુશબુ આજે બપોરે ભાજપમાં શામેલ થઈ શકે છે. આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ખુશબુને પાર્ટીના પ્રવકતા પદેથી તત્કાલ પ્રભાવથી હટાવી દીધા છે. આ તમામ રાજકીય હલચલ વચ્ચે ખુશબુએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે એક કોંગ્રેસ અધ્યક્ષનુ નામ લખ્યુ છે અને તેમાં કહ્યુ છે કે ઉંચા પદો પર બેઠેલા લોકો મૂળ હકીકતોથી વાકેફ નથી, આ લોકોને સામાન્ય જનતા સાથે કોઈ જોડાણ નથી અને આ લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે.

વ્યક્તિગત જીવન

વ્યક્તિગત જીવન

ખુશબુ સુંદરનો જન્મ 29 સપ્ટેમ્બર, 1970માં મુંબઈમાં થયો હતો. ખુશબુએ પોતાનુ ફિલ્મી કરિયર બાળપણમાં જ શરૂ કરી દીધુ હતુ. ખુશબુના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન અબિનેતા, ફિલ્મ ડાયરેક્ટર સુંદર સાથે 2000માં થયા હતા. બંનેને બે દીકરી છે જેમના નામ અવંતિકા અને આનંદિતા છે અને તેમના ના પર પ્રોડક્શન હાઉસ અવની સિનેમેક્સની શરૂઆત કરવામાં આવી છે. ખુશબુ છેલ્લા 34 વર્ષોથી ચેન્નઈમાં રહે છે. ખુશબુની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તે પહેલી એવિ અભિનેત્રી છે જેમના નામે મંદિર બન્યુ છે.

હિંદી સિનેમાની સફર

હિંદી સિનેમાની સફર

ખુશબુએ પહેલી વાર હિંદી ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનમાં 1980માં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતુ. આ ઉપરાંત નસીબ, લાવારિસ, કાલિયા, દર્દ કા રિશ્તા, બેમિસાલ જેવી ફિલ્મોમાં ખુશબુએ બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતુ. દર્દ કા રિશ્તા ફિલ્મનુ ગીત પરિયોં કી શહેજાદી આજે પણ ઘણી લોકપ્રિય છે. બૉલિવુડમાં અભિનેત્રી ખુશબુની પહેલી ફિલ્મ મેરી જંગ હતી જેમાં તેણે જાવેદ જાફરી સાથે સુપરહિટ ગીત બોલ બેબી બોલ, રૉક એન્ડ રૉલમાં ડાંસ કર્યો હતો. મુખ્ય અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ જાનૂ હતી જેમાં જેકી શ્રોફ તેમના હીરો હતા. આ ઉપરાંત તન બદનમાં ગોવિંદા સાથે, દીવાના મુઝસા નહિમાં આમિર તેમજ માધુરી દીક્ષિત સાથે ખુશબુ જોવા મળી હતી.

દક્ષિણ સિનેમાની સફર

દક્ષિણ સિનેમાની સફર

મુંબઈ બાદ ખુશબુએ ચેન્નઈમાં નસીબ અજમાવ્યુ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં પોતાનુ નામ સ્થાપિત કર્યુ. ખુશબુએ પહેલી તેલુગુ ફિલ્મ વેંકટેશ કે સાત કલયુગ પાંડવુલુ હતી. ત્યારબાદ તે તમિલ ફિલ્મોમાં સક્રિય થઈ ગયા. તેમણે 150થી વધુ દક્ષિણ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે રજનીકાંત, કમલ હાસન, વિજયકાંત, સરથ કુમાર, ચિરંજીવી સહિત તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચૂક્યા છે. તમિલ ઉપરાંત ખુશબુ કન્નડ, મલયાલમ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

રાજકીય સફર

રાજકીય સફર

ખુશબુ સામાજિક કાર્યોમાં પણ ઘણા સમયથી સક્રિય છે. એઈડ્ઝ જાગૃતિ અભિયાનનો પણ તે હિસ્સો રહી ચૂક્યા છે. 2005માં એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ હતુ કેજો છોકરીઓ લગ્ન પહેલા યૌન સંબંધ બનાવે તો તેમણે સુરક્ષા અપનાવવી જોઈએ જેથી તેમને કોઈ પણ પ્રકારના યૌન રોગ ન થાય. ત્યારબાદ તેમની સામે 22 ફરિયાદો નોંધવામાં આવી હતી અને તેમના પર મહિલાઓના અપમાનનો આરોપ લાગ્યો હતો. 2010માં સુપ્રીમ કોર્ટે તેમની સામે તમામ કેસને રદ કરી દીધા હતા. ખુશબુએ રાજકારણમાં 2010માં પગ મૂક્યો પરંતુ 26 નવેમ્બર 2014ના રોજ ખુશબુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કર્યા બાદ કોગ્રેસ પાર્ટીમાં શામેલ થયા. ત્યારબાદ તેમને પાર્ટીના પ્રવકતા બનાવવામાં આવ્યા હતા. 2010માં ખુશબુ ડીએમકેનો હાથ પકડ્યો હતો. તેમનુ સ્વાગત કરુણાનિધિએ કર્યુ હતુ પરંતુ 16 જૂને ખુશબુએ ડીએમકે છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો.

'TRP કૌભાંડ' બાદ આ ન્યૂઝ ચેનલોને જાહેરાત નહિ આપે પાર્લેજી, ટ્વિટર ટ્રે્ન્ડ થયુ #ParleG'TRP કૌભાંડ' બાદ આ ન્યૂઝ ચેનલોને જાહેરાત નહિ આપે પાર્લેજી, ટ્વિટર ટ્રે્ન્ડ થયુ #ParleG

English summary
Know about Khushbu Sundar who wrote a letter to Sonia Gandhi and put serious allegations against Congress leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X