For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના આ ભાગોમાં વરસાદની સંભાવના, છવાયેલુ રહ્યુ ગાઢ ધૂમ્મસ

દેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે પરંતુ ઘણી જગ્યાએ ધૂમ્મસ છવાયેલુ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે પરંતુ ઘણી જગ્યાએ ધૂમ્મસ છવાયેલુ રહ્યુ છે. દિલ્લીમાં શનિવારે સવારે ધૂમ્મુસ છવાયેલુ રહ્યુ, વળી, હવાની ગુણવત્તા ખૂબ ખરાબ નોંધવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને બિહારના અમુક સ્થળોમાં પણ ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે.

છેલ્લા 24 કલાકમાં કેવુ રહ્યુ હવામાન

છેલ્લા 24 કલાકમાં કેવુ રહ્યુ હવામાન

હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાઈમેટ અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. તેલંગકાના, ઓડિશા, બિહાર અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે છૂટક વરસાદ થયો અને સાથે ઉત્તર પૂર્વ ભારતમાં એક-બે સ્થળોએ હળવો વરસાદ જોવા મળ્યો. લક્ષદ્વીપ અને તમિલનાડુના અલગ અલગ સ્થળોએ પણ વરસાદ નોંધવામાં આવ્યો.

હવા કેવી રહી

હવા કેવી રહી

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના સ્થળોએ દિવસ અને રાતના તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થયો છે. દિલ્લીમાં પ્રદૂષણ ‘ખરાબથી ખરાબ' શ્રેણીમાં રહ્યુ. આ ઉપરાંત અમુક સ્થળોએ ‘ખતરનાક' શ્રેણીમાં વાયુની ગુણવત્તા જોવા મળી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારાને ઘેરીને પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયાઆ પણ વાંચોઃ પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારાને ઘેરીને પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા

અહીં થઈ શકે છે વરસાદ

અહીં થઈ શકે છે વરસાદ

આગામી 24 કલાક દરમિયાન ઓડિશા, છત્તીસગઢ સહિત ગંગીય પશ્ચિમ બંગાળના અમુક ભાગો અને પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, તેલંગાના, વિદર્ભ, ઉત્તરી તટીય આંધ્રપ્રદેશ અને પૂર્વ મધ્યપ્રદેશના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. પશ્ચિમી હિમાલય, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમા વરસાદ અને હિમવર્ષા વધશે. ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં હજુ વધારો થઈ શકે છે.

English summary
know about the latest update of weather, rain in some places, fog cover around India Gate, air quality in 'poor' category.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X